HomeGujaratiઆલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat recipe in Gujarati

આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat recipe in Gujarati

નમસ્તે મિત્રો ,આજે આપણે જોઈશું સાંજ ના નાસ્તા માં ખુબ જ ફેમસ છે એવી ચાટ જેનું નામ છે આલૂ ટીક્કી ચાટ . આ ચાટ ખુબ જ સરસ અને ચટપટી લાગે છે .આ ચાટ માં આલૂ ની ટીક્કી હોય છે જેને ઉપર થી દહીં ,લીલી ચટણી ,ખાટી મીઠી ચટણી ,સેવ વગેરે થી સજાવવા માં આવે છે તેથી તે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ રેસિપી ઝડપ થી બની જાય તેવી રેસિપી છે તો ચાલો આપણે હવે જોઈશું આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત , Aloo tikki chaat recipe in Gujarati

આલુ ટિક્કી ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • ૨ નંગ બાફેલા બટાટા                         
  • ૧/૨ ચમચી મરચું પાવડર
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૨ ચમચી ગરમ મસાલા
  • ૧/૪ ચમચી ચાટ મસાલા
  • ૧/૨ ચમચી આમચૂર પાવડર
  • ૧/૪ ચમચી  મીઠું
  • ૧/૪ ચમચી આદું લસણ ની પેસ્ટ
  • ૨ ચમચી કોર્ન ફ્લોર
  • ૪ ચમચી તેલ
  • ૬  ચમચી દહીં                         
  • ૪ થી ૫ ચમચી લીલી ચટણી                  
  • ૪  થી ૫ ચમચી ખાટી મીઠી ચટણી           
  • ૩ થી ૪ ચમચી સમારેલી ડુંગળી            
  • ૩ થી ૪ ચમચી સમારેલું ટમેટું             
  • જરૂર મુજબ સેવ
  • જરૂર મુજબ જીરું પાવડર
  • થોડીજ સમારેલી કોથમરી      

આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત

આલુ ટિક્કી ચાટ બનાવવા સૌ પ્રથમ એક બાઉલ માં ૨ બાફેલા બટેટા લેવા (બાફેલા બટેટા ને છીણી લેવા ) ,ત્યારબાદ તેમાં મરચું ,હળદર ,ગરમ મસાલો ,આમચૂર પાવડર ,ચાટ મસાલો ,સ્વાદાનુસાર મીઠું ,આદું લસણ ની પેસ્ટ અને છેલ્લે થોડું કોર્નફલોર નાખી તેને બરાબર મિક્સ કરી લેવું .

ત્યારબાદ તેને ગોલ ટીક્કી ના શેપ માં વાળી લેવું .ટીક્કી વળી લીધા બાદ એક તવા ને ગરમ કરી તેના પર ૨ થી ૩ ટીક્કી ને સાથે જ શેકી લેવી .શેકવા માટે તેમાં ટીક્કી ની આજુબાજુ ૨ ચમચી તેલ નાખવું અને એકબાજુ શેકાઈ જાય ત્યારબાદ તેને વળી બીજી બાજુ ૨ ચમચી તેલ લગાવી ને શેકી લેવું .

બધી ટીક્કી શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટ માં મૂકી દેવું . હવે આલૂ ટીક્કી સર્વ કરવા માટે કોઈ પણ એક બાઉલ કે પ્લેટ માં એક ટીક્કી મુકવી અને તેમાં ઉપર થી ૨ ચમચી દહીં ,૧ ચમચી લીલી ચટણી ,૧ ચમચી ખાટીમીઠી ચટણી , ચપટી મીઠું ,૧ ચમચી સમારેલી ડુંગળી ,૧ ચમચી સમારેલું ટમેટું ,થોડું જીરું પાવડર ,લાલ મરચું પાવડર ,જરા ચાટ મસાલો અને સેવ છાંટી ને ઉપર થી સજાવવા માટે થોડી સમારેલી કોથમરી નાખવી તો તૈયાર છે સર્વ કરવા માટે આલૂ ટીક્કી ચાટ .

બીજી બધી ટીક્કી ને પણ એજ રીતે સર્વિંગ પ્લેટ માં મૂકી ને ઉપર થી બધું નાખી અને સજાવી ને સર્વ કરવું .

NOTES

આલૂ ટીક્કી ચાટ ને સર્વ કરવા માટે તેમાં દહીં અને ચટણી નું પ્રમાણ જે રીતે ભાવે એમ વધુ ઓછુ કરી શકાય છે .

તેમાં ઉપર થી મરી પાવડર પણ છાંટી શકાય છે .

Aloo tikki chaat recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

Aloo tikki chaat recipe in Gujarati

આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત - aloo tikki chaat recipe in Gujarati

આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat recipe in Gujarati

સાંજ ના નાસ્તા માં ખુબ જ ફેમસ છે એવી ચાટ જેનું નામ છે આલૂ ટીક્કી ચાટ તો ચાલો જોઈએ આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત – Aloo tikki chaat banavani rit , Aloo tikki chaat recipe in Gujarati
4.41 from 5 votes
Prep Time 15 mins
Cook Time 25 mins
Total Time 40 mins
Course gujarati nasto, Snack
Cuisine gujarati cuisine, Indian
Servings 4 વ્યક્તિઓ

Ingredients
  

આલુ ટિક્કી ચાટ બનાવવા જરૂરી સામગ્રી | Aloo tikki chaat recipe ingredients

  • 2 નંગ બાફેલા બટાટા
  • ½ ચમચી મરચું પાવડર
  • ¼ ચમચી ચમચી હળદર
  • ½ ચમચી ચમચી ગરમ મસાલા
  • ½ ચમચી ચમચી આમચૂર પાવડર
  • ¼ ચમચી ચમચી ચાટ મસાલા
  • ¼ ચમચી ચમચી  મીઠું
  • ¼ ચમચી ચમચીઆદું લસણ ની પેસ્ટ
  • 2 ચમચી કોર્ન ફ્લોર
  • 4 ચમચી તેલ
  • 6 ચમચી દહીં
  • 4-5 ચમચી લીલી ચટણી                  
  • 4-5 ચમચી ખાટી મીઠી ચટણી           
  • 3-4 ચમચી સમારેલી ડુંગળી            
  • 3-4 ચમચી સમારેલું ટમેટું             
  • જરૂર મુજબ સેવ
  • જરૂર મુજબ જીરું પાવડર
  • થોડી જ સમારેલી કોથમરી      

Instructions
 

આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat banavani rit | Aloo tikki chaat recipe in Gujarati

  • સૌપ્રથમ એક બાઉલ માં ૨ બાફેલા બટેટા લેવા (બાફેલા બટેટા ને છીણી લેવા ) ,ત્યારબાદતેમાં મરચું ,હળદર ,ગરમ મસાલો ,આમચૂર પાવડર ,ચાટ મસાલો ,સ્વાદાનુસાર મીઠું ,આદુંલસણ ની પેસ્ટ અને છેલ્લે થોડું કોર્નફલોર નાખી તેને બરાબર મિક્સ કરી લેવું .
  • ત્યારબાદતેને ગોલ ટીક્કી ના શેપ માં વાળી લેવું .ટીક્કી વળી લીધા બાદ એક તવા ને ગરમ કરીતેના પર ૨ થી ૩ ટીક્કી ને સાથે જ શેકી લેવી .શેકવા માટે તેમાં ટીક્કી ની આજુબાજુ ૨ચમચી તેલ નાખવું અને એકબાજુ શેકાઈ જાય ત્યારબાદ તેને વળી બીજી બાજુ ૨ ચમચી તેલલગાવી ને શેકી લેવું .
  • બધીટીક્કી શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટ માં મૂકી દેવું . હવે આલૂ ટીક્કી સર્વ કરવામાટે કોઈ પણ એક બાઉલ કે પ્લેટ માં એક ટીક્કી મુકવી અને તેમાં ઉપર થી ૨ ચમચી દહીં,૧ ચમચી લીલી ચટણી ,૧ ચમચી ખાટીમીઠી ચટણી , ચપટી મીઠું ,૧ ચમચી સમારેલી ડુંગળી ,૧ચમચી સમારેલું ટમેટું ,થોડું જીરું પાવડર ,લાલ મરચું પાવડર ,જરા ચાટ મસાલો અને સેવછાંટી ને ઉપર થી સજાવવા માટે થોડી સમારેલી કોથમરી નાખવી તો તૈયાર છે સર્વ કરવામાટે આલૂ ટીક્કી ચાટ .
  • બીજીબધી ટીક્કી ને પણ એજ રીતે સર્વિંગ પ્લેટ માં મૂકી ને ઉપર થી બધું નાખી અને સજાવીને સર્વ કરવું .

Aloo tikki chaat recipe notes

  • આલૂ ટીક્કી ચાટ ને સર્વ કરવા માટે તેમાં દહીં અને ચટણી નું પ્રમાણ જે રીતે ભાવે એમ વધુ ઓછુ કરી શકાય છે .
  • તેમાં ઉપર થી મરી પાવડર પણ છાંટી શકાય છે .

Notes

 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak

દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular