HomeFaraliKacha Kela no Farali Chevdo in Gujarati | કાચા કેળાનો ચેવડો |...

Kacha Kela no Farali Chevdo in Gujarati | કાચા કેળાનો ચેવડો | Fasting Snack

શ્રાવણ મહિનો કે એકાદશીનો ઉપવાસ હોય એટલે આપણે મોટેભાગે બટાકાનો ચેવડો કે વેફર ખાતા હોઈએ છીએ. પરંતુ બટાકા પચવામાં થોડા ભારે હોય છે અને ડાયાબિટીસવાળા લોકો માટે યોગ્ય નથી હોતા. આવા સમયે Kacha Kela no Farali Chevdo (કાચા કેળાનો ફરાળી ચેવડો) સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી વિકલ્પ છે.

કાચા કેળામાંથી બનતો આ લચ્છા ચેવડો (Laccha Namkeen) દેખાવમાં અને ખાવામાં બિલકુલ બટાકાના ચેવડા જેવો જ લાગે છે, પણ તે વધુ ક્રિસ્પી અને પચવામાં હળવો હોય છે. કાચા કેળાને છીણીને તેને ગરમ તેલમાં કુરકુરા થાય ત્યાં સુધી તળવામાં આવે છે. ચા સાથે ખાવા માટે આ એકદમ પરફેક્ટ ફરાળી નાસ્તો છે. ચાલો જોઈએ કાચા કેળાનો ચેવડો બનાવવાની સાચી રીત.

Ingredients

  1. કાચા કેળા 3-4
  2. કાજુ ના કટકા 4-5 ચમચી  
  3. બદામ ના કટકા 4-5 ચમચી
  4. કીસમીસ 4 ચમચી
  5. મીઠા લીમડાના પાંદ 10-12
  6. સિંગદાણા 4-5 ચમચી
  7. આમચૂર પાઉડર ½ ચમચી
  8. પીસેલી ખાંડ 1 ચમચી
  9. મરી પાઉડર ½ ચમચી
  10. ફરાળી મીઠું સ્વાદ મુજબ
  11. તરવા માટે તેલ

Kacha Kela no Farali Chevdo banavani rit

કાચા કેળા નો ફરાળી ચેવડો બનાવવા સૌથી પહેલા કાજુ અને બદામ ના મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી માં કાચા કેળા ને લઇ એની છાલ ઉતારી લ્યો ત્યાર બાદ ધોઈ લઇ સાફ કોરા કપડાથી લુછી કોરો કરી લ્યો. હવે તેલ ગરમ થઇ ગયું હોય તો મોટા કાણા વાળી છીણી થી છોલી સાફ કરેલ કેળા ને ગરમ તેલ થી થોડા ઉપર છીણી કેળા ને અડધી છીણી લ્યો.

હવે એકાદ મિનીટ એમજ રહેવા દઈ ઝારા વડે હલાવી ને બધી બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તારી લઇ ઝારા થી કાઢી ચારણી કે પેપર નેપકીન પર કાઢી મુકો જેથી વધારાનું તેલ નીકળી જાય આમ થોડા થોડા કરી બધા કેળા ને છીણી ગોલ્ડન તારી લઇ કાઢી લ્યો. બધા કેળા તારી લીધા બાદ એજ ગરમ તેલ માં સિંગદાણા નાખી મીડીયમ તાપે હલાવતા રહી દાણા ને પણ ગોલ્ડન ટાઈ ચારણી માં કાઢી લ્યો. ત્યાર બાદ કાજુ અને બદામ ના કટકા ને નાખી ગોલ્ડન તારી કાઢી લ્યો.

હવે એમાંકીસમીસ નાખી એને પણ સેજ ફૂલે એટલે કાઢી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ નાખી ક્રિસ્પી થાય ત્યાં સુંધી તારી કાઢી લ્યો. આમ બધી સામગ્રી તારી ચારણી મા કાઢી વધારાનું તેલ નીતારી લ્યો અને થોડો ઠંડો થઇ જવા દયો. ચેવડો ઠંડો થાય એટલે એક મોટા વાસણમાં કાઢી એમાં ફરાળી મીઠું, આમચૂર પાઉડર અને પીસેલી ખાંડ, મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે ફરાળી કાચા કેળા નો ચેવડો.

Farali Chevdo Tip

  1. તમે તરવા ની જગ્યાએ એર ફાયર અથવા ઓવેન માં શેકી ને પણ હેલ્થી ચેવડો તૈયાર કરી શકો છો.

કાચા કેળા નો ફરાળી ચેવડો બનાવવાની રીત

Kacha Kela no Farali Chevdo in Gujarati - કાચા કેળાનો ચેવડો

Kacha Kela no Farali Chevdo in Gujarati | કાચા કેળાનો ચેવડો | Fasting Snack

શ્રાવણ મહિનો કે એકાદશીનો ઉપવાસ હોય એટલે આપણે મોટે ભાગે બટાકાનો ચેવડો કે વેફર ખાતા હોઈએ છીએ. પરંતુ બટાકા પચવામાં થોડા ભારે હોય છે અને ડાયાબિટીસવાળા લોકો માટે યોગ્ય નથી હોતા. આવા સમયે Kacha Kela no Farali Chevdo (કાચા કેળાનો ફરાળી ચેવડો) સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી વિકલ્પ છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી

Ingredients

  • 3-4 કાચા કેળા
  • 4-5 ચમચી કાજુ ના કટકા
  • 4-5 ચમચી બદામ ના કટકા
  • 4 ચમચી કીસમીસ
  • 10-12 મીઠા લીમડાના પાંદ
  • 4-5 ચમચી સિંગદાણા
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • ½ ચમચી મરી પાઉડર
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Kacha Kela no Farali Chevdo banavani rit

  • કાચા કેળા નો ફરાળી ચેવડો બનાવવા સૌથી પહેલા કાજુ અને બદામ ના મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી માં કાચા કેળા ને લઇ એની છાલ ઉતારી લ્યો ત્યાર બાદ ધોઈ લઇ સાફ કોરા કપડાથી લુછી કોરો કરી લ્યો. હવે તેલ ગરમ થઇ ગયું હોય તો મોટા કાણા વાળી છીણી થી છોલી સાફ કરેલ કેળા ને ગરમ તેલ થી થોડા ઉપર છીણી કેળા ને અડધી છીણી લ્યો.
  • હવે એકાદ મિનીટ એમજ રહેવા દઈ ઝારા વડે હલાવી ને બધી બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તારી લઇ ઝારા થી કાઢી ચારણી કે પેપર નેપકીન પર કાઢી મુકો જેથી વધારાનું તેલ નીકળી જાય આમ થોડા થોડા કરી બધા કેળા ને છીણી ગોલ્ડન તારી લઇ કાઢી લ્યો. બધા કેળા તારી લીધા બાદ એજ ગરમ તેલ માં સિંગદાણા નાખી મીડીયમ તાપે હલાવતા રહી દાણા ને પણ ગોલ્ડન ટાઈ ચારણી માં કાઢી લ્યો. ત્યાર બાદ કાજુ અને બદામ ના કટકા ને નાખી ગોલ્ડન તારી કાઢી લ્યો.
  • હવે એમાંકીસમીસ નાખી એને પણ સેજ ફૂલે એટલે કાઢી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ નાખી ક્રિસ્પી થાય ત્યાં સુંધી તારી કાઢી લ્યો. આમ બધી સામગ્રી તારી ચારણી મા કાઢી વધારાનું તેલ નીતારી લ્યો અને થોડો ઠંડો થઇ જવા દયો. ચેવડો ઠંડો થાય એટલે એક મોટા વાસણમાં કાઢી એમાં ફરાળી મીઠું, આમચૂર પાઉડર અને પીસેલી ખાંડ, મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે ફરાળી કાચા કેળા નો ચેવડો.

Farali Chevdo Tip

  • તમે તરવા ની જગ્યાએ એર ફાયર અથવા ઓવેન માં શેકી ને પણ હેલ્થી ચેવડો તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular