HomeGujaratiPalak Paneer Pulao Recipe in Gujarati | પાલક પનીર પુલાવ | Healthy...

Palak Paneer Pulao Recipe in Gujarati | પાલક પનીર પુલાવ | Healthy Pulao

પાલક અને પનીરનું કોમ્બિનેશન હંમેશા દરેકનું ફેવરિટ હોય છે. આપણે પાલક પનીરનું શાક તો અવારનવાર બનાવીએ છીએ, પરંતુ જો તમે આ જ ફ્લેવરમાંથી પુલાવ બનાવશો તો તે જમવાની થાળીની શાન વધારી દેશે. Palak Paneer Pulao (પાલક પનીર પુલાવ) એ વન-પોટ મીલ (One-pot meal) છે, એટલે કે આની સાથે તમારે કોઈ અલગ શાક કે દાળ બનાવવાની જરૂર પડતી નથી અને દહીં કે રાયતા સાથે સર્વ કરી શકાય એવો પુલાવ બનાવતા શીખીશું. પાલકમાં રહેલું આયર્ન અને પનીરનું પ્રોટીન આ પુલાવને સંપૂર્ણ હેલ્ધી બનાવે છે. આખો ગરમ મસાલો અને દેશી ઘીનો વઘાર આ પુલાવને રેસ્ટોરન્ટ જેવો જ રોયલ સ્વાદ આપે છે. ચાલો જોઈએ પાલક પનીર પુલાવ બનાવવાની પરફેક્ટ રીત.

Ingredients

  • બાસમીતી ચોખા 2 કપ
  • પાલક 1 જુડી
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • તમાલપત્ર 1
  • લવિંગ 2-3
  • મરી 4-5
  • મોટી એલચી 1
  • તજ નો ટુકડો 1
  • ઝીણું સુધારેલ લસણ 1-2 ચમચી
  • લીલા મરચા સુધારેલ 1-2
  • ઝીણી સુધારેલ ડુંગળી 1
  • કેપ્સીકમ સુધારેલ 1
  • પનીર ના કટકા 1 કપ
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 -2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ખાંડ ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ઠંડું પાણી 2 ગ્લાસ

Palak Paneer Pulao banavani rit

પાલક પનીર પુલાવ બનાવવા સૌથી પહેલા બાસમતી ચોખા ને બરોબર ધોઈ અડધા કલાક માટે પલાળી મુકો. હવે પાલક સાફ કરી ધોઈ લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક મોટા વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો અને એમાં થોડું મીઠું અને ખાંડ નાખી ઉકાળો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં પાલક નાખી બે થી ત્રણ મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ કાઢી ઠંડા પાણીમાં નાખી બે ત્રણ મિનીટ મુકો. ત્રણ મિનીટ પછી ચારણીમાં કાઢી વધારાનું પાણી નીતારી લ્યો.

પાણી નીતરી જાય એટલે પાલકા ને મિકસર જારમાં નાખી પીસી સ્મૂથ પ્યુરી બનાવી એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, તમાલપત્ર, તજ, મોટી એલચી, લવિંગ અને મરી નાખી શેકો. મસાલા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ લસણ નાખી શેકો ત્યાર બાદ લીલા મરચા સુધારેલ અને સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો.

ડુંગળી શેકાઈ જાય ત્યાર બાદ એમાં સુધારેલ કેપ્સીકમ અને પનીર ના કટકા નાખી મિક્સ કરી થોડા શેકી લ્યો. બે ચાર મિનીટ શેકી લીધા બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પાલક ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને સાથે ચાર ગ્લાસ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળો.

પાણી ઉકળે ત્યાં સુંધીમાં પલાળેલા ચોખા નીતારી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં નીતારેલ ચોખા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ઉકાળી લ્યો. ફરી પાણી ઉકાળવા લાગે એટલે ગેસ ધીમો કરી ઢાંકી ને દસ પંદર મિનીટ ચડાવી લ્યો. પંદર મિનીટ પછી ગેસ બંધ કરી ઢાંકણ ખોલી ચેક કરી લ્યો અને હલકા હાથે મિક્ક્ષ કરી તૈયાર પુલાવ ને સર્વ કરો.  

અહી તમે પુલાવ માં તમારી પસંદ ના શાક તથા ટામેટા પણ નાખી શકો છો.

પાલક પનીર પુલાવ બનાવવાની રીત

Palak Paneer Pulao Recipe in Gujarati - પાલક પનીર પુલાવ

Palak Paneer Pulao Recipe in Gujarati | પાલક પનીર પુલાવ

પાલક અને પનીરનું કોમ્બિનેશન હંમેશા દરેકનું ફેવરિટ હોયછે. આપણે પાલક પનીરનું શાક તો અવારનવાર બનાવીએ છીએ, પરંતુ જોતમે આ જ ફ્લેવરમાંથી પુલાવ બનાવશો તો તે જમવાની થાળીની શાન વધારી દેશે. PalakPaneer Pulao (પાલક પનીર પુલાવ) એ વન-પોટ મીલ (One-potmeal) છે, એટલે કેઆની સાથે તમારે કોઈ અલગ શાક કે દાળ બનાવવાની જરૂર પડતી નથી અને દહીં કે રાયતા સાથે સર્વ કરી શકાય એવો પુલાવ બનાવતા શીખીશું. પાલકમાંરહેલું આયર્ન અને પનીરનું પ્રોટીન આ પુલાવને સંપૂર્ણ હેલ્ધી બનાવે છે. આખો ગરમ મસાલોઅને દેશી ઘીનો વઘાર આ પુલાવને રેસ્ટોરન્ટ જેવો જ રોયલ સ્વાદ આપે છે. ચાલો જોઈએ પાલકપનીર પુલાવ બનાવવાની પરફેક્ટ રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 2 કપ બાસમીતી ચોખા
  • 1 જુડી પાલક
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 તમાલપત્ર
  • 2-3 લવિંગ
  • 4-5 મરી
  • 1 મોટી એલચી
  • 1 તજ નો ટુકડો
  • 1-2 ચમચી ઝીણું સુધારેલ લસણ
  • 1-2 લીલા મરચા સુધારેલ
  • 1 ઝીણી સુધારેલ ડુંગળી
  • 1 કેપ્સીકમ સુધારેલ
  • 1 કપ પનીર ના કટકા
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી ખાંડ
  • પાણી જરૂર મુજબ
  • 2 ગ્લાસ ઠંડું પાણી

Instructions

Palak Paneer Pulao banavani rit

  • પાલક પનીર પુલાવ બનાવવા સૌથી પહેલા બાસમતી ચોખા ને બરોબર ધોઈ અડધા કલાક માટે પલાળી મુકો. હવે પાલક સાફ કરી ધોઈ લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક મોટા વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો અને એમાં થોડું મીઠું અને ખાંડ નાખી ઉકાળો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં પાલક નાખી બે થી ત્રણ મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ કાઢી ઠંડા પાણીમાં નાખી બે ત્રણ મિનીટ મુકો. ત્રણ મિનીટ પછી ચારણીમાં કાઢી વધારાનું પાણી નીતારી લ્યો.
  • પાણી નીતરી જાય એટલે પાલકા ને મિકસર જારમાં નાખી પીસી સ્મૂથ પ્યુરી બનાવી એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, તમાલપત્ર, તજ, મોટી એલચી, લવિંગ અને મરી નાખી શેકો. મસાલા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ લસણ નાખી શેકો ત્યાર બાદ લીલા મરચા સુધારેલ અને સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • ડુંગળી શેકાઈ જાય ત્યાર બાદ એમાં સુધારેલ કેપ્સીકમ અને પનીર ના કટકા નાખી મિક્સ કરી થોડા શેકી લ્યો. બે ચાર મિનીટ શેકી લીધા બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પાલક ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને સાથે ચાર ગ્લાસ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળો.
  • પાણી ઉકળે ત્યાં સુંધીમાં પલાળેલા ચોખા નીતારી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં નીતારેલ ચોખા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ઉકાળી લ્યો. ફરી પાણી ઉકાળવા લાગે એટલે ગેસ ધીમો કરી ઢાંકી ને દસ પંદર મિનીટ ચડાવી લ્યો. પંદર મિનીટ પછી ગેસ બંધ કરી ઢાંકણ ખોલી ચેક કરી લ્યો અને હલકા હાથે મિક્ક્ષ કરી તૈયાર પુલાવ ને સર્વ કરો.
  • અહી તમે પુલાવ માં તમારી પસંદ ના શાક તથા ટામેટા પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular