ભારતીય તહેવારો અને મીઠાઈ એકબીજાના પર્યાય છે, અને તેમાં ‘બેસનના લાડુ’ સદાય મોખરે રહે છે. આપણે ઘરમાં વારંવાર સાદા બેસનના લાડુ તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ આ વખતે તહેવારોના મીલ પ્લાનમાં એક નવો જ રજવાડી ટ્વિસ્ટ ઉમેરીએ – Mava Besan Na Ladoo (ડબલ લેયર માવા બેસન લાડુ).
આ લાડુની ખાસિયત એ છે કે જ્યારે તમે તેનો પહેલો બાઈટ લો છો, ત્યારે બહારથી દેશી ઘીમાં શેકાયેલા બેસનનો દાણાદાર સ્વાદ આવે છે અને અંદરથી મોઢામાં ઓગળી જતો ક્રીમી માવો (ખોયો) નીકળે છે. હલવાઈની દુકાનમાં આ પ્રીમિયમ મીઠાઈ ખૂબ મોંઘી મળે છે, પરંતુ ઘરે ખૂબ જ સરળતાથી અને શુદ્ધ સામગ્રીથી બનાવી શકાય છે. ચાલો જોઈએ ડબલ લેયર માવા બેસન લાડુ બનાવવાની સાચી રીત.
Ingredients
- બેસન 2 કપ
- બુરા ખાંડ 1 કપ + 3-4 ચમચી
- ઘી ¾ કપ
- માવો 1 કપ
- એલચી પાઉડર ¼ + ¼ ચમચી
- કેસર ના તાંતણા 10-12
- પિસ્તાની કતરણ 2-3 ચમચી
Mava Besan na Ladoo banavani rit
માવા બેસનના લાડુ બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ત્યાર બાદ એમાં બેસન ને ચાળી ને નાખો અને મીડીયમ અથવા ધીમા તાપે હલાવતા રહી બેસન ને ગોલ્ડન બ્રૌઅન થાય ત્યાં સુંધી શેકી લ્યો. બેસન કડાઈમાં ચોટે નહિ અને એક સરખો શેકાય એના માટે સતત હલ્વતા રહી ને શેકી લેવો. બેસન બરોબર શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી ને ઠંડો કરવા મુકો.
બેસન ઠંડો થાય ત્યાં સુંધી માં માવા ને છીણી વડે છીણી લ્યો. હવે છીણેલા માવા ને પણ કડાઈમાં થોડી વાર માટે શેકી લ્યો અને માવા નો રંગ બદલવા લાગે એટલે ગેસ બંધ કરી માવા ને બીજા મોટા વાસણમાં કાઢી બિલકુલ ઠંડો કરી લ્યો માવો બિલકુલ ઠંડો થાય ત્યાર બાદ એમાં બુરા ખાંડ , એલચી પાઉડર અને પિસ્તાની કતરણ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાંથી જે સાઈઝ ના લાડુ બનાવવા હોય એના થી અડધી સાઈઝ ના નાના બોલ બનાવી તૈયાર કરી એક બાજુ મુકો.
હવે શેકેલ બેસન સાવ ઠંડો થઇ જાય એટલે એમાં એલચી પાઉડર અને બુરા ખાંડ નાખી હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો હવે જે સાઈઝ નો લાડુ બનાવો હોય એ સાઈઝ માટે જરૂરી મિશ્રણ હથેળીમાં લઇ થોડો ફેલાવી માવા નો બોલ વચ્ચે મૂકી એના પર ફરી મિશ્રણ મૂકી દબાવી ને લાડુ નો આકાર આપો. આમ એક એક કરી બધા લાડુ તૈયાર કરી લ્યો. અને તૈયાર લાડુ ને સાફ કોરા ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે માવા બેસન લાડુ.
Mava Besan Ladoo Recipe Notes
- અહી તમે બુરા ખાંડ ની જગ્યાએ પીસેલી ખાંડ પણ વાપરી શકો છો.
- તમને માવો શેકવો ણા હોય તો એમજ માવા ને છીણી ને પ્બોલ બનાવી ને પણ મુકો શકો છો.
- લાડુમાં માવા નો ઉપયોગ કરેલ હોઈ જરૂર મુજબ થોડા થોડા બનાવવા જેથી લાડુ બગડે નહી.
માવા બેસનના લાડુ બનાવવાની રીત

Mava Besan Na Ladoo in Gujarati | માવા બેસન લાડુ | Stuffed Besan Ladoo
Equipment
- 1 કડાઈ
Ingredients
- 2 કપ બેસન
- 1 કપ બુરા ખાંડ
- ¾ કપ ઘી
- 1 કપ માવો
- ¼ + ¼ ચમચી એલચી પાઉડર
- 10-12 કેસર ના તાંતણા
- 2-3 ચમચી પિસ્તાની કતરણ
Instructions
Mava Besan na Ladoo banavani rit
- માવા બેસનના લાડુ બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ત્યાર બાદ એમાં બેસન ને ચાળી ને નાખો અને મીડીયમ અથવા ધીમા તાપે હલાવતા રહી બેસન ને ગોલ્ડન બ્રૌઅન થાય ત્યાં સુંધી શેકી લ્યો. બેસન કડાઈમાં ચોટે નહિ અને એક સરખો શેકાય એના માટે સતત હલ્વતા રહી ને શેકી લેવો. બેસન બરોબર શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી ને ઠંડો કરવા મુકો.
- બેસન ઠંડો થાય ત્યાં સુંધી માં માવા ને છીણી વડે છીણી લ્યો. હવે છીણેલા માવા ને પણ કડાઈમાં થોડી વાર માટે શેકી લ્યો અને માવા નો રંગ બદલવા લાગે એટલે ગેસ બંધ કરી માવા ને બીજા મોટા વાસણમાં કાઢી બિલકુલ ઠંડો કરી લ્યો માવો બિલકુલ ઠંડો થાય ત્યાર બાદ એમાં બુરા ખાંડ , એલચી પાઉડર અને પિસ્તાની કતરણ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાંથી જે સાઈઝ ના લાડુ બનાવવા હોય એના થી અડધી સાઈઝ ના નાના બોલ બનાવી તૈયાર કરી એક બાજુ મુકો.
- હવે શેકેલ બેસન સાવ ઠંડો થઇ જાય એટલે એમાં એલચી પાઉડર અને બુરા ખાંડ નાખી હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો હવે જે સાઈઝ નો લાડુ બનાવો હોય એ સાઈઝ માટે જરૂરી મિશ્રણ હથેળીમાં લઇ થોડો ફેલાવી માવા નો બોલ વચ્ચે મૂકી એના પર ફરી મિશ્રણ મૂકી દબાવી ને લાડુ નો આકાર આપો. આમ એક એક કરી બધા લાડુ તૈયાર કરી લ્યો. અને તૈયાર લાડુ ને સાફ કોરા ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે માવા બેસન લાડુ.
Notes
- અહી તમે બુરા ખાંડ ની જગ્યાએ પીસેલી ખાંડ પણ વાપરી શકો છો.
- તમને માવો શેકવો ણા હોય તો એમજ માવા ને છીણી ને પ્બોલ બનાવી ને પણ મુકો શકો છો.
- લાડુમાં માવા નો ઉપયોગ કરેલ હોઈ જરૂર મુજબ થોડા થોડા બનાવવા જેથી લાડુ બગડે નહી.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Mango Coconut Barfi Recipe | મેંગો કોકોનટ બરફી બનાવવાની રીત
ઘઉં ચણા ના લાડવા બનાવવાની રીત | Ghau chana na ladva banavani rit
ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati
methi na ladoo banavani rit | મેથી ના લાડુ બનાવવાની રીત
churma na ladoo recipe in gujarati | ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી
bundi na ladoo banavani rit | બુંદીના લાડુ બનાવવાની રીત
