ઉનાળાની સીઝનમાં ઘરમાં કેરી પુષ્કળ પ્રમાણમાં હોય છે, પરંતુ રોજ એકલો કેરીનો રસ પીવા કરતા તેમાંથી કોઈ નવી મીઠાઈ બનાવવામાં આવે તો ખાવાની વધુ મજા પડે છે. આજ આપણે કેરી માંથી એક મીઠાઈ બનાવશું જે તમે ભગવાન ને ભોગમાં અથવા ઘરના નાના પ્રસંદ કે પૂજા માં બનાવી શકો છો. Mango Coconut Barfi (મેંગો કોકોનટ બરફી) એ કેરીની મીઠાશ અને નાળિયેરના સ્વાદનું એક અદભૂત કોમ્બિનેશન છે. આ બરફી હલવાઈની દુકાન જેવી જ પોચી અને રવાદાર બને છે. ચાલો જોઈએ મેંગો કોકોનટ બરફી બનાવવાની રીત.
Ingredients
- લીલું નારિયલ 1
- મેંગો પલ્પ 1 કપ
- ખાંડ ½ કપ
- મિલ્ક પાઉડર ¾ કપ
- ઘી 2-3 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
Mango Coconut Barfi banavani rit
મેંગો કોકોનટ બરફી બનાવવા સૌથી પહેલા લીલા નારિયલ ને તોડી ને ચાકુથી છોલી લ્યો. હવે નારિયલ ને છીણી વડે ઝીણું છીણી લ્યો. ત્યાર બાદ આંબા ને છોઇ સાફ કરી કાપી ગોટલી અલગ કરી લ્યો અનેત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી પલ્પ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં છીણેલું નારિયલ નાખી મીડીયમ તાપે હલાવતા રહી આઠ દસ મિનીટ શેકી બીજા વાસણમાં કાઢી લ્યો.અને સાથે એક થાળી માં થોડું ઘી લગાવી ગ્રીસ કરી એક બાજુ મુકો.
હવે એજ કડાઈમાં પીસેલા આંબા નો પલ્પ અને ખાંડ નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહી દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ પછી એમાં શેકી રાખેલ નારિયલ નું છીણ અને મિલ્ક પાઉડર નાખી મિશ્રણ ઘટ્ટ થઇ ભેગું થવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકી ભેગું થવા લાગે એટલે એમાં એલચી પાઉડર અને ઘી નાખી મિક્ક્ષ કરી લ્યો. અને મિશ્રણ કડાઈ મૂકી દેવા માંડે એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ થાળીમાં નાખી એક સરખું ફેલાવી એના પર પીસ્તા ની કતરણ છાંટી ઠંડું થવા દયો.
બરફી ઠંડી થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો. તૈયાર બરફીના કટકા ને તમે બહાર ડબ્બામાં અથવા ફ્રીજ માં મૂકી મજા લ્યો. તો તૈયાર છે મેંગો કોકોનટ બરફી.
અહી જો તમને વધારે મીઠાસ પસંદ હોય તો ખાંડ ¾ કપ કે એથી વધુ પણ નાખી શકો છો.
મેંગો કોકોનટ બરફી બનાવવાની રીત

Mango Coconut Barfi Recipe | મેંગો કોકોનટ બરફી બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 1 લીલું નારિયલ
- 1 કપ મેંગો પલ્પ
- ½ કપ ખાંડ
- ¾ કપ મિલ્ક પાઉડર
- 2-3 ચમચી ઘી
- ¼ ચમચી એલચી પાઉડર
Instructions
Mango Coconut Barfi banavani rit
- મેંગો કોકોનટ બરફી બનાવવા સૌથી પહેલા લીલા નારિયલ ને તોડી ને ચાકુથી છોલી લ્યો. હવે નારિયલ ને છીણી વડે ઝીણું છીણી લ્યો. ત્યાર બાદ આંબા ને છોઇ સાફ કરી કાપી ગોટલી અલગ કરી લ્યો અનેત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી પલ્પ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં છીણેલું નારિયલ નાખી મીડીયમ તાપે હલાવતા રહી આઠ દસ મિનીટ શેકી બીજા વાસણમાં કાઢી લ્યો.અને સાથે એક થાળી માં થોડું ઘી લગાવી ગ્રીસ કરી એક બાજુ મુકો.
- હવે એજ કડાઈમાં પીસેલા આંબા નો પલ્પ અને ખાંડ નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહી દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ પછી એમાં શેકી રાખેલ નારિયલ નું છીણ અને મિલ્ક પાઉડર નાખી મિશ્રણ ઘટ્ટ થઇ ભેગું થવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકી ભેગું થવા લાગે એટલે એમાં એલચી પાઉડર અને ઘી નાખી મિક્ક્ષ કરી લ્યો. અને મિશ્રણ કડાઈ મૂકી દેવા માંડે એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ થાળીમાં નાખી એક સરખું ફેલાવી એના પર પીસ્તા ની કતરણ છાંટી ઠંડું થવા દયો.
- બરફી ઠંડી થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો. તૈયાર બરફીના કટકા ને તમે બહાર ડબ્બામાં અથવા ફ્રીજ માં મૂકી મજા લ્યો. તો તૈયાર છે મેંગો કોકોનટ બરફી.
- અહી જો તમને વધારે મીઠાસ પસંદ હોય તો ખાંડ ¾ કપ કે એથી વધુ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Strawberry Fruit Custard Recipe in Gujarati | સ્ટ્રોબેરી ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાની રીત
Ghau Soji ni nankhatai | ઘઉં સોજી ની નાનખટાઈ
mango ice cream banavani rit | આંબા નો આઈસ્ક્રીમ
sing pak banavani rit | સિંગપાક બનાવવાની રીત
તુટી ફુટી કેક | tutti frutti cake banavani rit
