મેંદાના મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને જો જરૂર લાગે તો જરૂર મુજબ દૂધ કે પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો
હવે ગેસ પર એક તવી / પેન માં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં કડછી કે વાટકા થી જે સાઇઝ ના માલપુવા બનાવવા છે એટલું મિશ્રણ નાખો
માલપુવા નીચેના ભાગે ગોલ્ડન થાય ને તરી ને ઉપર આવે એટલે ઝારા ની મદદ થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો
તરી લીધેલ માલપુવા ને ખાંડ ની ચાસણી માં બને બાજુ ડુબાડી ને પાંચ સાત મિનિટ મૂકો ત્યારબાદ ચાસણી માંથી કાઢી લ્યો ને સર્વિંગ પ્લેટ માં મૂકો ને ઉપર થી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશકરી ગરમ કે ઠંડા સર્વ કરો માલપુવા