સૌ પ્રથમ બેસન ને ચારણીથી ચાળી લેવો હવે ગેસ પર એક કડાઈમાં ચારેલ બેસન લ્યો ને ધીમા તાપે બેસન ને ચાર પાંચ મિનિટ શેકો અથવા તો બેસન થોડો રંગ બદલવા લાગે ને બેસન શેકવા ની સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવો
હવે એમાં એક ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકવો ત્યાર બાદ ફરી બે ચમચી ઘી નાખીને બરોબર મિક્સ કરી શેકવો ને બેસન નો રંગ થોડો ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી ને હલાવતા રહી બીજા વાસણમાં કાઢી લેવો
વાસણમાં કાઢી લીધા બાદ બે ત્રણ મિનિટ હલાવી ને થોડો ઠંડો કરવો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખવીને બરોબર મિક્સ કરી લેવી ખાંડ બરોબર મિક્સ કરી લેવી
હવે એમાં પીગડેલ ઘી ની બે ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાછી બે ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો આમ જરૂર મુજબ એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી ને લડવા વારી શકાય એવું મિશ્રણ તૈયાર કરો
હવે હાથમાં થોડુ ઘી લગાવી જે સાઇઝ ના લાડવા બનાવવા છે એ સાઇઝ ના લાડવા બનાવી લ્યો લાડવાને લિસા બનાવવા હાથ પાણી થી ધોઇ કોરા કરી ને હાથ પર ઘી લગાવી બને હથેળી વચ્ચે લાડવાને ગોળ ફેરવશો તો લાડવા લિસા થઈ જસે તૈયાર લાડવા પર ડ્રાય ફ્રુટ કતરણ લગાવી એક વખતપાછી ફેરવી ગોળ બનાવી લ્યો આમ બધા લાડવા તૈયાર કરી લ્યો યો તૈયાર છે બેસન ના લાડવા