બાફેલ મેથીના મૂઠિયાં બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ચારણીમાં મૂકી નિતારી લ્યો ને સાવ કોરી કરી લ્યો
હવે એક વાસણમાં ચારણીથી ઘઉંનો લોટ, બાજરાનો લોટ, બેસન/ ચણા નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલમેથી, લીલા ધાણા, લીલા મરચા, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, તેલ, બેકિંગ સોડા ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં દહી અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને થોડી વાર મસળી લ્યોને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસમિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ને એના ત્રણ ચાર સરખા ભાગ કરી લ્યો ને લાંબો લંબગોળ તૈયાર કરી લ્યો અને એને ચારણીમાં મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે એમાં મુઠીયા મૂકેલ ચારણી મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડવા દયો
વીસ મિનિટ માં મુઠીયા બરોબર ચડી ગયા હસે હવે એને એકાદ કલાક ઠંડા થવા દયો સાવ ઠંડા થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો ( આ મુઠીયા ગરમ ગરમ પણ ચટણી સાથે ખાઈ શકો છો)