Go Back
+ servings
દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત - Dal tadka with jeera rice recipe in Gujarati

દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત | Dal tadka with jeera rice recipe in Gujarati

આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ તડકા જીરા રાઈસ બનાવવાનીરીત શીખીશું, dal tadka with jeera rice recipe in Gujarati
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
1 hour
Total Time: 1 hour 40 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

દાળતડકા માટે જરૂરી સામગ્રી

  • અડધોકપ તુવેર દાળ
  • ૨-૩ ચમચી મગ દાળ( ફોતરા વગરની)
  • ૨-૩ ચમચી મસૂર દાળ
  • ૧ ચમચી આદુ છીણેલું
  • ૧ ચમચી લસણની પેસ્ટ
  • ૧-૨ લીલા મરચાં ના કટકા
  • પા ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ ચમચી તેલ         
  • ૩ કપ પાણી
  • ૧ ચમચી તેલ
  • ૧ ચમચી ઘી/ માખણ
  • ૧ ડુંગરી જીણી સુધારેલ
  • ૧ ટમેટું જીણું સુધારેલ
  • ૧ ચમચી આદુ ની પેસ્ટ
  • ૧ ચમચી લસણ ની પેસ્ટ
  • ૧ ચમચી લાલ મરચાનો પાઉડર
  • અડધી ચમચી કિચન કિંગ ગરમ મસાલો
  • પા કપ લીલા ધાણા સુધારેલા

તડકા માટે જરૂરી સામગ્રી

  • ૧ ચમચી તેલ
  • ૧ ચમચી ઘી
  • ૧-૨ ચમચી લસણના કટકા
  • ૨-૩ આખા મરચા
  • અડધી ચમચી લાલ મરચાનો પાવડર
  • પાચમચી હિંગ

જીરા રાઈસ માટે જરૂરી સામગ્રી

  • ૨ કપ બાસમતી ચોખા
  • ૧-૨ તમાલપત્ર
  • ૧-૨ નાની એલચી
  • ૨-૩ લવિંગ
  • ૧ ટુકડો તજ
  • ૧ મોટી એલચી
  • સ્વાદ મુજબ મીઠું
  • અડધો કપ લીલા ઘણા સુધારેલા
  • ૨-૩ ચમચી તેલ
  • ૧-૨ ચમચી ઘી/માખણ
  • ૨ ચમચી જીરૂ
  • ૮ કપ પાણી
  • ૧ લીંબુ નો રસ/ અડધી ચમચી વિનેગર

Instructions

  • સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો તેને બરોબરધોઈ ને ૨ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલળવા મૂકો
  • બીજા વાસણમાં મસૂર દાળ ને મગ દાળ લ્યો ને પાણીથી બરોબર ધોઈ ને ૧ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલળવા મૂકો
  • હવે બીજા એક વાસણમાં બાસમતી ચોખા લ્યો તેનેપણ પાણી થી બરોબર ધોઈ લો અને પછી તેમાં ૨-૩ ગ્લાસ પાણી નાખી અડધો કલાકપલળવા મૂકો
  • અડધા કલાક પછી એક કૂકરમાં પલળેલી તુવેર દાળ, મસૂર દાળ ને મગ દાળ લ્યો તેમાં ૩ કપ પાણી નાખો હવે એમાં ૧ ચમચીઆદુ ની પેસ્ટ,અડધી ચમચી લસણ ની પેસ્ટ, લીલામરચા, પા ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું,હિંગ ને ૧ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી બંધ કરી કૂકર ને ગેસપર મીડીયમ તાપે ૩ સીટી થાય ત્યાં સુંધી ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી કૂકર ઠંડુ થવાદયો
  • કૂકર થાય ત્યાં સુંધી ગેસ પર એક મોટી તપેલીમાં ૮ કપ પાણી ગરમ કરો અને તેમાં તમાલપત્ર, એલચી. મોટી એલચી, લવિંગ ,તજ ને સ્વાદમુજબ મીઠું ને ૨ ચમચી ઘી/ તેલ નાખી પાણી ને ઉકાળો
  • પાણી ઉકળે એટલે તેમાં પલાળેલા બાસમતી ચોખા નાખીફૂલ તાપે ૫ મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં એક ચમચી લીંબુ નો રસ (વિનેગર) નાખી ચમચા વડે બરોબર હલાવો નેચોખા ૮૦ ટકા સુંધી ચડાવો(એટલે કે ચોખા નો દાણો બિલકુલ ગડવો નાજોઈએ સેજ કઠણ રહેવો જોઈએ)
  • હવે ગેસ બંધ કરી ચડેલા રાઈસ ને ચારણી માં નાખીવધારા નું પાણી કાઢી નાખી ખુલા કરી ઠંડા થવા દયો ઠંડા થાય એટલે તેમાં થી ખડા મસાલાતજ ,તમાલપત્ર, એલચી ને અલગકરી નાખો
  • હવે ગેસ પર એક કડાઈમાં ૧ ચમચી ઘી અને ૧ ચમચીતેલ ને ગરમ કરો ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગરી નાખો ત્યાર બાદ એમાં ૧ ચમચી આદુ ,અડધી ચમચી લસણની પેસ્ટ નાખી ડુગરી બ્રાઉન થાય ત્યાં સુંધી સેકોત્યાર બાદ એમાં ટમેટા નાખી મિક્સ કરો હવે તેમાં ૧ ચમચી લાલ મરચાનો પાવડર,અડધી ચમચી ગરમ મસાલો,પા ચમચી હળદર ને સ્વાદ મુજબ મીઠુંનાખી ૨-૩ મિનિટ સેકો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરીને ૪-૫ મિનિટ તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવો
  • ત્યાર બાદ એમાં કૂકરમાં બાફી રાખેલી દાળ નેચમચા વડે બરોબર મિક્સ કરી હલાવી ને વઘાર માં નાખી બરોબર મિક્સ કરો ને દાળ ને ઉકાળોદાળ ઉકાળી લીધા બાદ છેલ્લે તેમાં પા કપ લીલા ધાણા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો
  • હવે ગેસ પર બીજી કડાઈમાં ૧ ચમચી તેલ ને ૨ ચમચીઘી/ માખણ લઇ ગરમ કરો ગરમ થાય એટલે તેમાં ૨ ચમચી જીરૂનાખી ૧ મિનિટ સેકો ત્યાર બાદ એમાં ઠંડા કરેલા બાસમતી રાઈસ નાખી મિક્સ કરો છેલ્લે તેમાંઅડધો કપ જીના સુધારેલા લીલા ધાણા નાખી મિક્સ કરો તો તૈયાર છે જીરા રાઈસ
  • હવે દાળ તડકા નો બીજા વઘાર માટે દાળ ને ગરમકરી સર્વિંગ પત્રમાં લયો
  • ગેસ પર એક વઘારિયા માં ૧ ચમચી તેલ ને ૧ ચમચીઘી/ માખણ ને ગરમ કરો ગરમ થાય એટલે તેમાં ૧ ચમચી જીરૂ,૨-૩ આખા લાલ મરચાં નાખો ત્યાર બાદ એમાં પા ચમચીહિંગ નાખો ત્યાર બાદ લસણના  કટકા નાખી ને ૨-૩ મિનિટ સેકો ને ગેસ બંધ કરી એમાં અડધીચમચી લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી સર્વિગ પત્રમાં મુકેલી દાળ પર વઘાર નાખી દયો તોતૈયાર છે દાળ તડકા

Notes

ભાત ને નીતર્યા પછી બચેલા પાણી ને ફેંકી ના દેતા તેને તમે દાળ માં નાખી સકો છો જેના થી દાળ ઘટ્ટ થશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો