સૌ પ્રથમ મિક્સર જારમાં ત્રણસો ગ્રામ ઓરીયો બિસ્કીટ ને તોડીને નાખો ને બિસ્કીટ પીસી લ્યો બિસ્કીટ બરોબર પીસાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં એક કપ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં બીજી બે ચમચી દૂધ નાખો ને મિક્સ કરો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એક બાજુ મૂકો હવે જે વાસણમાં કેક ને બેક કરવા મુકવા નો છે એને ઘી થી ગ્રીસ કરો અથવા નીચે બટર પેપર મૂકી તૈયાર કરી લ્યો
ગેસ પર એક મોટા વાસણમાં અથવા ઢોકરિયા માં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખો ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ને ઉકાળો પાણી ઉકળવા ની રાહ જોવી
હવે બિસ્કીટ ના મિશ્રણ માં ઇનો નાખી સાથે બે ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયારમિશ્રણ ને ગ્રીસ કરેલ વાસણમાં નાખી એક બે વખત થપ થાપાવો
ત્યારબાદ ઢોકરીયા માં કાંઠા પર મૂકી ઢાંકી ને પાત્રિસ થી ચાલીસ મિનિટ મીડીયમ તાપે ચડાવી લ્યો પાત્રિસ મિનિટ પચ્હો ખોલી ને ટૂથ પિક થી ચેક કરો જો ટૂથ પિક કોરી આવે તો ગેસ બંધકરી નાખો નહિતર બીજી પાંચ સાત મિનિટ ચડાવો દયો
કેક બરોબર ચડી જાય એટલે ઢોકરીયા માંથી બહાર કાઢી ઠંડો થવા દેવો કેક સાવ ઠંડો થાય એટલે ડીમોલ્ડ કરી લ્યો