બોમ્બે મિક્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં આખી મસુર દાળ સાફ કરી ને લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી સાત થી આઠ કલાક અથવા આખી રાત પલાડી મૂકો
આઠ કલાક મસુર દાળ ને પલાળી લીધા બાદ એનું પાણી નિતારી નાખો ને કોટન ના કપડા પર નાખી ફેલાવીને ત્રીસ થી ચાલીસ મિનિટ સુકાવા દેવી
હવે બીજા વાસણમાં બેસન અને ચોખાનો લોટ ચારણી થી ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, હાથ થીમસળી ને અજમો નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ તેલ નાખી પહેલા ચમચી થીને પછી હાથથી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં થોડુ થોડુ કરી ને અડધા કપ જેટલું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને ત્રણ ચાર મિનિટ મસળી મે સુમથ બનાવી લ્યો હવે સેવ બનાવવાના સંચા માં સેવ ની જારી લગાવી તેલથી ગ્રીસ કરી એમાં બાંધેલા લોટ નાંખી પેક કરી નાખો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાંસૌ પહેલા સીંગદાણા ને ગોલ્ડન તરી લ્યો સીંગદાણા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી ચારણી માંકે પછી ટિસ્યુ પેપર પર કાઢો ત્યાર બાદ એમાં કાજુ નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો ને એને પણ ચારણી કે પછી ટિસ્યુ પેપર પર કાઢો
હવે ગેસ ને મિડીયમ ફૂલ કરી નાખો ને એમાં સંચા ને ફેરવી એમાંથી સેવ ગરમ તેલમાં બનાવો સેવ એક બાજુ તરી લીધા બાદ ઝારા થી બીજી બાજુ ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધી સેવ તરી ને તૈયાર કરી લ્યો
હવે ગરમ તેલ માં થોડી થોડી કરી ને સૂકવેલી મસુર દાળ નાખી એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લ્યો ને ચારણી માં કાઢી વધારાનું તેલ નિતારી લ્યો
છેલ્લે એમાં મીઠા લીમડાના પાન નાખી એને પણ ક્રિસ્પી તરી લ્યો ને એને પણ કાઢી ને તેલ નિતારી લ્યો આમ બધી સામગ્રી ને તરી લ્યો ને એમાંથી વધારાનું તેલ ચારણીમાં મૂકો અથવા ટિસ્યુ પેપર પર મૂકી ને દુર કરી લ્યો
હવે એક વાસણમાં તરેલ સેવ ને હાથ થી તોડી નાંખી ને વાસણમાં નાખો સાથે તરેલ કાજુ, સીંગદાણા, મસૂર દાળ, મીઠા લીમડાના પાન નાખો ને એના પર ચાર્ટ મસાલોઅને સંચળ છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો તો તૈયાર છેબોમ્બે મિક્સ