હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ પેસ્ટઅને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શકો લસણ ને આદુ શેકી લ્યો
ત્યારબાદ એમાં ટમેટા નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરી શેકો ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા બરોબર શેકી લીધા બાદ એમાં લાલમરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,આમચૂર પાઉડર, ગોળ અને ગરમ મસાલો નાખી મિક્સ કરીલ્યો
હવે એમાં ફણગાવેલ મગ નાખી મિક્સ કરી લ્યો ને ત્રણ કપ પાણી નાખી મિક્સ કરી ને ધીમા તાપે ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી ચડવા દો વીસ મિનિટ પછી મગ ચડી ગયા કે નહિ તે ચેક કરીલ્યો જો મગ બરોબર ચડી ગયા હોય તો ગેસ બંધ કરી ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરોને ગરમ ગરમ સર્વ કરો ફણગાવેલ મગનું શાક