થાળીપીથ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, જુવાર નો લોટ, બાજરીનો લોટ અને બેસન ચારણી માં લઇ ચાળી લ્યો ( અહી તમે તમારા પાસે રહેલ લોટ પણ નાખી શકો છો)
હવે એમાં છીણેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, પાલક, ગાજર,લીલા ધાણા, લીલા મરચા, મીઠાલીમડાના પાન, હળદર, ચીલી ફ્લેક્સ,અજમો હાથ થી મસળી ને નાખો ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર, સફેદ તલ, અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો
હવે થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બંધો ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ દસપંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરી બરોબર મસળી લ્યો
હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો ને એક કપડા ને ભીનું કરી નીચોવી ને લ્યો એમાં જે સાઇઝની થાળીપીથ બનાવી હોય એ સાઇઝ નો લુવો મૂકો ને હાથ માં તેલ લગાવી એક સરખો ફેલાવી ગોળબનાવી લ્યો અને આંગળીથી ત્રણ ચાર હોલ કરી નાખવા
હવે તવી થોડી ગરમ થાય એટલે એમાં તેલ કે ઘી લાગવો ને એમાં કપડા માં બનાવેલ થાળીપીથ ને તવીપર નાખો ને કપડું હળવેક થી હટાવી નાખો અને એક બાજુ થોડું શેકવા દયો ત્યાર બાદ ઉપરનાભાગમાં તેલ લગાવી તવિથા થી ઉથલાવી લ્યો અને બને બાજુ તેલ કે ઘી લગાવી બરોબર શેકી લ્યોઆમ બધી જ થાળીપીથ તૈયાર કરી લેવી અને દહી,ચટણી, અથાણાં સાથે સર્વ કરો થાળીપીથ