કેસર પેંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં પાણી નાખી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ફૂલ તાપે હલાવતા રહો ને દૂધ ને ઘટ્ટ થવા દયો
દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી ને હલાવતા રહો ને સાઈડ માં જે દૂધ ચોંટે એને ચમચા થી ઉખાડી ને દૂધ માં નાખી દયો (અહીં તમને બીજુંકામ હોય તો ધીમા તાપે દૂધ ને ઉકાળો )
દૂધ ઉકળી ને પા ભાગ નું બચે એટલે ગેસ ધીમો કરી ને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં કેસરના તાંતણા અને પીળો ફૂડ કલર નાખી મિક્સ કરો ને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવી ને ચડાવી લ્યો
મિશ્રણ કડાઈ મૂકે એટલે એમાં એક બે ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરો ને મિશ્રણ કડાઈ મૂકે ત્યાં સુધી શેકી લ્યો જેવું મિશ્રણ કડાઈ મૂકે એટલે એક થાળી માં કાઢી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો
પેંડાનું મિશ્રણ રૂમ ટેમરેચર પર આવે એટલે દસ મિનિટ ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો ને દસ મિનિટ પછી પેંડા નું મિશ્રણ કાઢી હાથમાં ઘી લગાવી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના પેંડા બનાવવા હોય એ સાઇઝ ના ગોલા બનાવી હથેળી વચ્ચે દાબાવી લ્યો ને ઉપર પિસ્તાની કતરણ ને કેસરના તાંતણા મૂકતા જાઓ
આમ બધા મિશ્રણ માંથી ગોલા બનાવી હથેળી વચ્ચે દબાવી ને એના પર પિસ્તા કતરણ ને કેસરના તાંતણા મૂકી દયો અને ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે કેસર પેંડા