ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit | Farali pani puri recipe in gujarati | Farali pani puri recipe
આજે આપણે ફરાળી પાણીપુરી બનાવવાની રીત - Farali pani puri banavani rit શીખીશું. પાણીપૂરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય પણ વ્રત કે ઉપવાસ માં પાણીપૂરી ખાઈ ના શકાય ને પાણી પૂરી ના રસિક ને પાણીપૂરી ના મળે તો મજા ના આવે તો આજ કંઇક અલગ ને ટેસ્ટી અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી પાણીપૂરી બનાવવાની રીત Farali pani puri recipe in gujarati શીખીએ
4 from 4 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 20 minutesminutes
Resting time: 30 minutesminutes
Total Time: 1 hourhour10 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
પાણીપૂરીના મસાલા માટેની સામગ્રી
3-4બાફેલા બટાકા
3-4 ચમચીલીલા ધાણા સુધારેલા
¼ ચમચીમરી પાઉડર
સ્વાદ મુજબ ફરાળી મીઠું
પાણીપુરી ની લીલી ચટણી બનાવવાની રીત
1કપલીલાધાણા સુધારેલા
10-12ફુદીના પાન
2-3લીલા મરચા સુધારેલા
1ઇંચઆદુંનો ટુકડો
1 ચમચીજીરું
1ચમચીલીંબુનો રસ
સ્વાદ મુજબ ફરાળી મીઠું
પાણીપૂરી માટે ખજૂર આંબલી ની ચટણી
8-10ખજૂર
¼ કપગોળ
1-2 ચમચીઆંબલી
1 કપગરમ પાણી
સ્વાદ મુજબ ફરાળી મીઠું
ફરાળી પુરી બનાવવા માટેની સામગ્રી | farali puri ingredients
1કપસાવ
1-2ચમચીતેલ
તરવા માટે તેલ
પાણી જરૂર મુજબ
Instructions
ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit | Farali pani puri recipe in gujarati
સૌપ્રથમ આપણે ફરાળી પાણીપૂરી નો મસાલો બનાવવાની રીતશીખીશું ત્યારબાદ પાણીપૂરી માટે લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી બનાવવાની રીત
ફરાળી પાણીપૂરી નો મસાલો બનાવવાની રીત
સૌ પ્રથમ કુકર મા બટાકા ને ફરાળી મીઠું નાખી બાફી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી લ્યો ને મેસકરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ ફરાળી મીઠું, લીલા ધાણા સુધારેલા અને મરી પાઉડર નાખી મિક્સ કરી ને મસાલો તૈયાર કરી લ્યો ( અહી મરી ની જગ્યાએ જો તમેલાલ મરચું ખાતા હો તો એ પણ નાખી શકો છો)
પાણી પૂરી માટે લીલી ચટણી બનાવવાની રીત
મિકસર જાર માં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીનો ધોઇ ને સાફ કરેલ, લીલા મરચાં સુધારેલ,આદુનો ટુકડો, સ્વાદ મુજબ ફરાળી મીઠું, લીંબુ નો રસ અને જીરું નાખી પીસી લ્યો ને જરૂર પડે તો પા કપ પાણી નાખી પીસીને ચટણી તૈયાર કરી લ્યો
અનેજો પાણીપૂરી નું પાણી બનાવવું હોય તો આ ચટણી માં બે ત્રણ કપ પાણી સ્વાદ મુજબ સંચળ, આમચૂર પાઉડર નાખી ને પાણી પણતૈયાર કરી શકો છો
પાણીપૂરી માટેની ખજૂર આંબલીની ચટણી બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ખજૂર ના ઠરિયા કાઢી ને લ્યો એમાં છીણેલો ગોળ અને આંબલી માંથી બીજ કાઢી નેનાખો એમાં ગરમ.પાણી નાખી વીસ થી ત્રીસ મિનિટ પલાળી મુકો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સ્વાદમુજબ ફરાળી મીઠું નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને ગરણી થી ગાળી લ્યો તૈયાર છે ખજૂર આંબલીની ચટણી
ફરાળી પાણીપૂરી ની ફરાળી પુરી બનાવવાની રીત | Farali pani puri ni puri banavani rit
સૌ પ્રથમ એક વાસણમાં સાવ ને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં સાવ ડૂબે એટલું પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અડધો કલાક પલળી જાય એટલે મિક્સર જારમાંલઈ પીસી ને સમુથ પેસ્ટ બનાવવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તૈયાર કરેલ પેસ્ટ નાખીને ધીમા તાપે હલાવી ને ઘટ્ટ કરી લ્યો જ્યારેમિશ્રણ નો લોટ જેવું મિશ્રણ તૈયાર કરો ને ત્યાર બાદ એક થાળીમાં કાઢી નવશેકું ગરમ થવાદયો ત્યાર બાદ દસ પંદર મિનિટ સુંધી મસળી ને સૂમથ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો
હવે જે સાઇઝ ની પુરી કરવી છે એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને પ્લાસ્ટિક ની થેલી માં તેલલગાવી એક એક પુરી ને મિડીયમ જાડી પુરી વણી ને તૈયાર કરી એક પ્લાસ્ટિક માં કે થાળીમાંમૂકતા જાઓ આમ બધી પુરી ને વણી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પુરી ને નાખતા જઈઝારાથી દબાવી ને ફુલાવી લ્યો ને મીડીયમ તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરીતરી ને તૈયાર કરી લ્યો
ફરાળી પાણીપૂરી બનાવવાની રીત
તૈયાર કરેલ પુરી અને ચટણીઓ ને મસાલો તૈયાર કરી લ્યો હવે પુરી માં હોલ કરી એમાં બટાકા નો તૈયારકરેલ મસાલો નાખો એના પર લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી નાખી મજા લ્યો ફરાળી પાણીપૂરી
Farali pani puri recipe in gujarati notes
અહી તમે પુરી રજગરા ને સિંગોડા ના લોટ કે સાવ ને સાબુદાણા નો લોટ તૈયાર કરી કે બજારમાં મળતા ફરાળી લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
ગાર્નિશ માટે ફરાળી બુંદી કે ફરાળી સેવ નો ઉપયોગ કરી શકો છો
પૂરી ફૂલ તાપે તેલ નાખી ને ફૂલી જય એટલે ગેસ મીડીયમ કે ધીમો કરી નાખી પુરી ને ગોલ્ડન નેક્રિસ્પી તરી લેવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો