પાન મોદક બનાવવાની રીત | paan modak banavani rit | paan modak recipe in gujarati
આજે આપણે પાન મોદક બનાવવાની રીત - paan modak banavani rit gujarati ma શીખીશું. ગણપતિ ને મોદક ને લાડવા ખૂબ પસંદ છે અને આજ કાલ તો લાડવા નેમોદક ની અલગ અલગ ઘણા પ્રકારના બનાવી ને ગણપતિ ને પ્રસાદી માં ધરાવવામાં આવતા હોય છેતો એમાં થી જ મુખવાસ એવા પાન માંથી મોદક આજ આપણે બનાવશું તો ચાલો paan modak recipe in gujarati language શીખીએ
4.34 from 3 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 મોદક મોલ્ડ
Ingredients
પાન મોદક બનાવવાજરૂરી સામગ્રી | paan modak ingredients in Gujarat
સૌપ્રથમ જાણીશું મોદક ની પડ બનાવવા જરૂરીસામગ્રી ત્યાર બાદ પાન મોદક નુંપૂરણ બનાવવા માટેની સામગ્રી
પાન મોદક નું ઉપરનું પડ બનાવવા માટેની સામગ્રી
1-2પાનનું પાંદડા
1 ચમચીઘી
¼ કપદૂધ
⅓ કપનારિયળ નું છીણ
½ કપમિલ્ક પાઉડર
2ચમચી ખાંડ (ઓપ્શનલ છે)
¼ ચમચીએલચી પાઉડર
1ચપટીગ્રીનફુડ કલર
પાન મોદક નું પૂરણ બનાવવા માટેની સામગ્રી
2-3 ચમચીકાજુ ઝીણા સુધારેલા
2-3 ચમચીબદામ ઝીણા સુધારેલા
1-2 ચમચીપિસ્તા ઝીણા સુધારેલા
1-2 ચમચીનારિયળનું છીણ
1 ચમચીટુટીફૂટી
2 ચમચીગુલકંદ
Instructions
paan modak banavani rit | paan modak recipe in gujarati
પાન મોદક બનાવવા સૌપ્રથમ પાન નું પાંદડા ધોઇ ને સાફ કરી લ્યો ને એની દાડી કાઢી ને નાના ટુકડા કરી લ્યો ને મિક્સર જારમાં લઈ સાથે ત્રણ ચાર ચમચી દૂધ અને ખાંડ નાખી પીસી ને સમૂથ પ્યુરી બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં બાકી નું દૂધ, ઘી અને મિલ્ક પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ મીડીયમ તાપે ચાલુ કરી ને હલાવતા રહી ઘટ્ટ થવા દયો
મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે એમાં નારિયળનું છીણ , એલચી પાઉડર અને ગ્રીન ફુડ કલર નાખી હલાવતા થી ને ઘટ્ટથવા દયો મિશ્રણ બરોબર ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં મિશ્રણ કાઢી ઠંડુ થવા દયો
પાન મોદક નું પૂરણ બનાવવાની રીત
એક મોટા વાટકામાં ઝીણા સુધારેલા કાજુ , બદામ, પિસ્તા ની કતરણ લ્યો ત્યાર બાદ એમાં નારિયળ નુંછીણ, ટુટી ફૂટી અને ગુલકંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને નાનીનાની ગોળી બનાવી લ્યો
પાન મોદક બનાવવાની રીત
પાન મોદક નો મોલ્ડ લ્યો એને ઘી થી ગ્રીસ કરી લ્યો હવે મોલ્ડ ને બંધ કરી લ્યો ને એમાં વચ્ચે થોડી જગ્યા રાખી બધી બાજુ બરોબર મિશ્રણ ભરી લ્યો વચ્ચે ને તૈયાર ડ્રાય ફ્રુટ ની ગોળીમૂકી ઉપરથી મિશ્રણ નાખી બંધ કરો ને ત્યાર બાદ મોલ્ડ ને ખોલી મોદક ધીરેથી કાઢી લ્યો તો તૈયાર છે પાન મોદક
જો તમારા પાસે મોદક મોલ્ડ ના હોય તો હાથ થી પણ બનાવી શકો છો મિશ્રણ ને ગોળ કરી હથેળી વચ્ચે દબાવીવચ્ચે ડ્રાય ફ્રુટ ની ગોળી મૂકી બંધ કરી મોદક આકાર આપી ને કાપા પાડી તૈયાર કરી શકો છો અથવા ગોળ જ રાખી શકો છો તો તૈયાર છે પાન મોદક
paan modak recipe in gujarati language notes
અહી તમે ફૂડ કલર સ્કિપ કરી નેચરલ કલર ના પણ રાખી શકો છો
જો મિશ્રણ ઘટ્ટ ના થાય તો બીજી ત્રણ ચાર ચમચી કે જરૂર મુજબ નારિયળ નું છીણ નાખી મિક્સ કરી ઘટ્ટકરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો