Go Back
+ servings
દહીં પાપડી ચાટ બનાવવાની રીત - dahi papdi chaat recipe in gujarati - dahi papdi chaat banavani rit - n gujarati - papdi chaat recipe in gujarati - dahi papdi chaat recipe

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | dahi papdi chaat banavani rit | dahi papdi chaat recipe in gujarati | papdi chaat recipe in gujarati | dahi papdi chaat recipe

આજે આપણે દહીં પાપડી ચાટ બનાવવાની રીત - dahi papdi chaat banavani rit શીખીશું. આપણે ત્યાં અલગ અલગ પ્રકારની ચાર્ટ બનાવવી ને ખવાતી હોય છે અને ચાર્ટ ખાઈ એક અલગ પ્રકારનો સંતોષ થતો હોય છે કેમ કે ચાર્ટ ખાટી, તીખી,મીઠી અને ચટ પટી બનતી હોય છે જે લગભગ બધા ને પસંદ હોય છે તો ચાલો દહીં પાપડી ચાર્ટ બનાવવાની રીત - dahi papdi chaat recipe in gujarati શીખીએ
3.80 from 10 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

dahi papdi chaat recipe ingredients

પાપડી બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદાનો લોટ
  • ½ ચમચી અજમો
  • 4-5 ચમચી ઘી
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ½ કપ ફુદીના પાન
  • 1 ઇંચ આદુ નો ટુકડો
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આમચૂર પાઉડર/ લીંબુનો રસ
  • ½ ચમચી સંચળ
  • 1-2 ચમચી દાડિયાદાળ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 બરફના ટુકડા

આંબલીની મીઠી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ આંબલી
  • 150 ગ્રામ ખજૂર
  • 1 કિલો ગોળ
  • 1 ચમચી જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી સૂંઠ પાઉડર
  • ¼ ચમચી સંચળ
  • 750 એમ. એલ. પાણી
  • સ્વાદ મુજબ મીઠું

ચાર્ટ મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 5 ચમચી જીરું
  • 1-2 ચમચી મરી
  • 4-5 સુકા લાલ મરચા
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 2 ચપટી મીઠું

ચાર્ટ બનાવવા માટેની સામગ્રી

  • 4 કપ દહીં
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • 1 ચમચી સંચળ
  • 2-3 ઝીણા સુધારેલા બાફેલા બટાકા
  • પાપડી જરૂર મુજબ
  • આંબલી ની મીઠી ચટણી
  • લીલી ચટણી
  • ચાર્ટ મસાલો
  • દાડમ ના દાણા

Instructions

દહીં પાપડી ચાટ બનાવવાની રીત| dahi papdi chaat banavani rit | dahi papdi chaat recipe in gujarati

  • સૌપ્રથમ  આપણે ચાર્ટ માટે પાપડી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ લીલી ચટણી અને આંબલીની મીઠી ચટણી બનાવવાની રીત  ચાર્ટ મસાલો બનાવવાની રીત શીખીશું

પાપડી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી ને અજમો નાખો નેઘી નાંખી હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાકઢાંકી ને એક બાજુ મૂકો
  • અડધો કલાક પછી ફરી લોટ ને મસળી લ્યો ને નાના નાના લુવા બનાવી લ્યો ત્યાર બાદ પાતળી વણી લ્યોઅને એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો અથવા મોટી રોટલી વણી લ્યો ને નાની વાટકી થી ગોળગોળ કટ કરી લ્યો ને કાણા કરી લ્યો
  • બધી પુરી ને વણી ને ધમકી ને રાખતા જાઓ એક બાજુ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ મિડીયમ ગરમ થાય એટલે પુરી નાખી ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો પુરી ગોલ્ડન થાય એટલે તેલ માંથીકાઢી લ્યો ને ઠંડી થવા દયો ને બીજી પુરી નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો ને ઠંડી કરી લ્યો

લીલી ચટણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાફ કરી ધોઈ ને સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાન, આદુ નો ટુકડો,લીલા મરચા સુધારેલા, જીરું, આમચૂર પાઉડર/ લીંબુનો રસ,સંચળ, દાડિયા દાળ, સ્વાદ મુજબ મીઠું અને બરફ ના ટુકડા/ ઠંડુ પાણી જરૂર મુજબ નાખી ને પીસીને સમૂથ ચટણી બનાવી લ્યો યો તૈયાર છે લીલી ચટણી

આંબલીની મીઠી ચટણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ આંબલી અને ખજૂર માંથી બીજ કાઢી લ્યો ને બને ને અલગ અલગ વાસણમાં મૂકી જરૂર મુજબ ગરમપાણી નાખી વીસ મિનિટ સુંધી પલાળી મુકો
  • વીસ મિનિટ પછી મિક્સર જારમાં નાખી પીસી ને સમૂથ પેસ્ટ બનાવી લ્યો હવે પેસ્ટ ને એક મોટા વાસણમાં ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી એમાં ગોળ, જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સૂંઠ પાઉડર, સંચળ, સ્વાદ મુજબ મીઠુ અને પાણી નાખી મિક્સ કરી ઉકાળો
  • ચટણી ઉકળે એટલે ગેસ મીડીયમ કરી વીસ ત્રીસ મિનિટ સુંધી ઉકળવા દયો ને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો ત્રીસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ચટણી ને ઠંડી થવા દયો તો તૈયાર છે આંબલીની મીઠી ચટણી

ચાર્ટ મસાલો બનાવવાની રીત

  • ચાર્ટ મસાલો બનાવવા માટે ગેસ પર એક કડાઈ માં જીરું નાખી ને ધીમા તાપે શેકી લ્યો જીરું શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી ઠંડા થવા દયો અને એજ કડાઈમાં મરી , લાલ મરચા અને અજમો નાખી શેકો અને એને પણ ઠંડા થવા દયો
  • હવે ઠંડા થયેલ મસાલા ને મિક્સર જાર માં નાખો સાથે સંચળ, ચાર્ટ મસાલો, મીઠું નાખી ને બરોબર પીસી લ્યો તો તૈયાર છે ચાર્ટ મસાલો

દહીં પાપડી ચાર્ટ બનાવવાની રીત | dahi papdi chaat banavani rit

  • સૌ પ્રથમ ઠંડા દહી માં પીસેલી ખાંડ, સંચળ નાખી મિક્સ કરી ગરણી થી ગાળી લ્યો
  • હવે એક પ્લેટ માં તરેલી પાપડી ના કટકા કરી રાખો તેના પર બાફેલ બટાકા મુકો ત્યારબાદ એનાપર દહી નાખો ઉપર ચટણીઓ છાંટો, ચાર્ટ મસાલો અને દાડમ ના દાણા છાંટી ને સર્વ કરો દહી પાપડી ચાર્ટ

dahi papdi chaat recipe in gujarati notes

  • પૂરીના લોટ મા મોણ બરોબર નાખશો તો પુરી ખસ્તા બનશે
  • ચાર્ટપર તમે ઝીણી સેવ, ડુંગળી અને ચીઝ વગેરે છાંટી શકો છો
  • ચટણીઓને ફ્રીઝ માં તમે બે ત્રણ દિવસ સાચવી શકાય અને ફ્રીઝર માં મહિના સુંધી સાચવી શકશો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો