Go Back
+ servings
લસણીયા ગાંઠિયા બનાવવાની રીત - lasaniya gathiya recipe - lasaniya gathiya banavani rit - lasaniya gathiya recipe in gujarati

લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit | lasaniya gathiya recipe in gujarati

આજે આપણે લસણીયા ગાંઠિયા બનાવવાની રીત - lasaniya gathiya banavani rit શીખીશું. આ ગાંઠિયા તમે ચા સાથે ખાસો તો ખૂબ ટેસ્ટી લાગે છે ચા સિવાય એમજ પણ નાસ્તા માં ખાઈ શકાય છે ને પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તો ચાલો લસણિયા ગાંઠિયા બનાવવાની રીત - lasaniya gathiya recipe in gujarati શીખીએ
3.46 from 11 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 8 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ગાંઠિયા નો સંચો

Ingredients

લસણીયા ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | lasaniya gathiya recipe ingredients

  • 2 કપ બેસન
  • 8-10 કણી લસણની
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી અજમો
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી તેલ + તરવા માટે તેલ
  • ¼ કપ પાણી + જરૂર મુજબ

Instructions

લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit

  • લસણિયા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં લસણ ની કણી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાંપા કપ પાણી માંથી પાંચ છ ચમચી પાણી નાખી પીસી ને સમૂથ પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ બચેલ પાણી નાખી પીસી લ્યો અને પીસેલા લસણ ના પાણી ને ગાળી લ્યો
  • હવે એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હિંગ, અજમો હાથ થી મસળી ને નાખો, બેકિંગ સોડા અને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં તેલ બે ચમચી નાખો સાથે લસણવાળુ પાણી નાખી નરમ લોટ બાંધો અને લોટ બાંધવા જો પાણી ની જરૂર લાગે તો જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી ગાંઠિયા બનાવવા ના સંચાને તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં તૈયાર બાંધેલા લોટ ને નાખો ને બંધ કરી ગરમ તેલ માંનાખતા જાઓ અને મિડીયમ તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો
  • ગાંઠિયા બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજા ગઠીયા ને સંચા થી તેલ માં નાખી ને તરીલ્યો આમ બધા લોટ માંથી ગાંઠિયા ને તરી લ્યો ને તરેલ ગઠીયા ને ઠંડા થવા દેવા સાવ ઠંડા થાય ત્યાં બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે લસણિયા ગાંઠિયા

lasaniya gathiya recipe in gujarati notes

  • તમે ઈચ્છો તો લસણ નું પાણી ગારિયા વગર પણ નાખી શકો છો
  • નાના બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર ઓછો નાખવો અથવા ના નાખવી
  • અહી તમે ચાર્ટ મસાલો, સંચળ વગેરે જેવા મસાલા અને બાફેલા બટકા પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો