Go Back
+ servings
મોરૈયા ની ખીર બનાવવાની રીત - moraiya ni kheer - moraiya ni kheer banavani rit - moraiya ni kheer recipe in gujarati - moriya ni kheer recipe in gujarati

મોરૈયા ની ખીર બનાવવાની રીત | moraiya ni kheer banavani rit | moraiya ni kheer recipe in gujarati | moriya ni kheer recipe in gujarati

આજે આપણે સામા - મોરૈયા ની ખીર બનાવવાની રીત - moraiyani kheer banavani rit શીખીશું.રેગ્યુલર ખીર ચોખા માંથી અને ફરાળી ખીર સાબુદાણા કે સામા  (મોરૈયો) માંથીબનાવવામાં આવતી હોય છે ખાંડ , સાકર અને મધ કે પછી ડ્રાય ફ્રૂટની મીઠાસ માંથી અલગ અલગ રીત થી બનતી હોય છે અને વ્રત ઉપવાસ સિવાય પણ બનાવી શકાય છેઅને શ્રાદ્ધપક્સ માં પણ બનાવી શકાય છે તો આજ આપણે જટ પટ બની ને તૈયાર થતી ખીર moriya - moraiyani kheer recipe in gujarati
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મોરૈયા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી | moraiyani kheer ingredients

  • 1 કિલો ફૂલક્રીમ દૂધ
  • સામો
  • કપ ખાંડ (અથવા તમને જે પ્રમાણે મીઠાસ પસંદ હોય એ મુજબ)
  • ¼ એલચી પાઉડર
  • 8-10 કાજુ, બદામ ની કતરણ
  • 1 ચમચી ઘી
  • કેસરના તાંતણા (ઓપ્શનલછે)

Instructions

મોરૈયાની ખીર બનાવવાની રીત | moraiya ni kheer banavani rit | moriya ni kheer recipe in gujarati

  • સામા (મોરૈયો) ની ખીર બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકામાં સામો લ્યો એને બે પાણી થી મસળી નેધોઇ લ્યો ત્યાર બાદ ગ્લાસ એક પાણી નાખી દસ પંદર મિનિટ પલળવા દયો
  • હવે ગેસ પર એક કડાઈ માં એક ચમચી ઘી નાખો ને ઘી પીગળે ત્યાર બાદ એમાં દૂધ નાખી ફૂલ તાપેહલાવતા રહો ને એક ઉભરો આવવા દયો દૂધ માં ઉભરો આવી જાય એટલે ગેસ મિડીયમ કરી દૂધ ને ઉકળવાદયો દૂધ ઉકળે ત્યારે થોડી થોડી વારે વચ્ચે હલાવતા રહો
  • હવે દૂધ ઉકળી ને પોણા ભાગ નું થાય એટલે પાણી નિતારી ને સામો દૂધ માં નાખો ને હલાવતા રહોસામો નાખ્યા પછી ચમચા થી હલાવતા રહેવું જેથી સામા ના ગાંઠા ના બની જાય ને નીચે ચોંટીના જાય સામો બરોબર ચડી જસે એટલે ઉપર આવવા લાગશે
  • સામો દૂધ માં બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખો ને ખાંડ ને હલાવી ઓગળી લ્યો ત્યાર બાદ એનેબીજી ત્રણ ચાર મિનિટ ધીમા તાપે ચડવા દયો ચાર મિનિટ પછી એમાં એલચી પાઉડર અને ડ્રાય ફ્રુટઅને કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને બીજી બે ત્રણ મિનિટ ચડવા દયો
  • ત્રણ મિનિટ પછી ખીર તૈયાર છે એને સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર થી ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરીગરમ ગરમ કે પછી થોડી  ઠંડી કરી સર્વ કરો સામા (મોરૈયો) ની ખીર

moraiya ni kheer recipe in gujarati notes

  • સામાને સાફ કપડા થી લુછી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ચમચી ઘી માં શેકી લ્યો અને પછી દૂધમાં ચડાવી લ્યો આમ જે ખીર તૈયાર થશે એનો સ્વાદ ખૂબ ટેસ્ટી લાગશે
  • અહી તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રૂટ નાખી શકો છો ડ્રાય ફ્રુટ ને પણ હમેશા ઘી માં શેકી નેનાખવાથી સારા લાગે છે
  • ખાંડની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો સાથે ખાંડ ની જગ્યાએ તમે સાકર કે મધ પણવાપરી શકો છો જો મધ નાખો તો છેલ્લે ગેસ બંધ કરી નાખ્યાં પછી નાખવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો