રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit | ras muthiya recipe in gujarati | ras muthiya recipe | ras muthiya banavani rit gujarati ma | ras muthiya recipe in gujarati language
આજે આપણે રસ મુઠીયા બનાવવાની રીત - ras muthiya banavani rit gujarati ma શીખીશું. રસ મુઠીયા ને ભાત ના મુઠીયા , રસિયા મુઠીયા અને ભાત ના રસા વાળા મુઠીયા પણ કહેવાય છે જેને તમે બચેલ ભાત કે તાજા ભાત બનાવી ને પણ તૈયાર કરી શકો છો કે ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે ને ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયારથઈ જાય છે તો ચાલો ras muthiya recipe in gujarati language શીખીએ
3.20 from 5 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
મુઠીયા બનાવવા માટેની સામગ્રી | ras muthiya ingredients
1 કપભાત
½ કપબેસન
1ચમચીઆદુ મરચાની પેસ્ટ
½ ચમચીલાલ મરચાનો પાઉડર
1 ચમચીધાણા જીરું પાઉડર
½ચમચીહળદર
1હિંગ
½ ચમચીઆમચૂર પાઉડર/ લીંબુનો રસ
4-5 ચમચીલીલા ધાણા સુધારેલા
1 ચમચીતેલ
મીઠું સ્વાદ મુજબ
રસ બનાવવા માટેની સામગ્રી
1 કપછાસ
2 ½ કપપાણી
¼ ચમચીલાલ મરચાનો પાઉડર
¼ ચમચીહળદર
½ ચમચીધાણા જીરું પાઉડર
1-2સૂકા લાલ મરચા
1 ચમચીઆદુ મરચા પેસ્ટ
½ ચમચીજીરું
¼ ચમચીહિંગ
1-2 ચમચીતેલ / ઘી
મીઠું સ્વાદ મુજબ
રસ મુઠીયાના બીજા વઘાર માટેની સામગ્રી
1 ચમચીતેલ / ઘી
¼ ચમચીજીરું
8-10મીઠા લીમડાના પાન
¼ ચમચીલાલ મરચાનો પાઉડર
2-3ચમચીલીલા ધાણા સુધારેલા
Instructions
ras muthiya recipe | ras muthiya banavani rit gujarati ma | ras muthiya recipe in gujarati language
સૌ પ્રથમ આપણે મુઠીયા બનાવવાની રીત શીખીશું ત્યારબાદ રસ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ રસ મુઠીયા નો બીજો વઘાર તૈયાર કરવાની રીત શીખીશું
મુઠીયા બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ભાત, બેસન, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,હિંગ, આમચૂર પાઉડર / લીંબુનોરસ, લીલા ધાણા સુધારેલા,તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો
ત્યારબાદ જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખો ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને એમાં થી પાંચછ ચમચી મિશ્રણ અલગ કરી નાખો ને બીજા મિશ્રણ માંથી લંબગોળ કે ગોળ નાની નાની ગોળી વારીલ્યો ને તૈયાર ગોળી ને એક બાજુ મૂકો
રસ બનાવવાની રીત
એક વાસણમાં છાસ અને પાણી લ્યો એમાં એક બાજુ રાખેલ મુઠીયા નું મિશ્રણ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર ½ ચમચી, આદુ મરચા પેસ્ટ અને મીઠું સ્વાદ મુજબ નાખી ને મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈ માં ઘી / તેલ ગરમ કરો અને ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને હિંગ નાખી એમાં તૈયાર કરેલ છાસ નું મિશ્રણ નાખી મિક્સ કરો ને ફૂલ તાપે હલાવતા રહો ને ઉકળવા લાગે ત્યાં સુંધી ઉકાળો
મિશ્રણ ઉકળવા લાગે એટલે એમ એક એક કરી ને તૈયાર કરેલ ગોળી નાખતા જાઓ એક સાથે ના નાખવા નહિતરગોળી તૂટી જસે એટલે એક એક નાખતા જાઓ ને હલકા હાથે હલાવતા રહો
ગોળી નાખ્યા પછી પાછો ઉભરો આવે ત્યાર બાદ ગેસ મીડીયમ તાપે ગોળી ને ચડાવી લેવી જેવી ગોળી ચડી જસે એટલે ઉપર તરી આવશે અને ત્યાર બાદ રસા ને પણ થોડો ઘટ્ટ થવા દયો રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો
રસ મુઠીયાનો બીજો વઘાર તૈયાર કરવાની રીત
વઘારિયામાં ઘી / તેલ ગરમ કરોઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખીને મિક્સ કરોને તૈયાર વઘાર ને રસ મુઠીયા પર નાખો સાથે લીલા ધાણા સુધારેલા છાંટી ગાર્નિશ કરી ગરમગરમ સર્વ કરો રસ મુઠીયા
ras muthiya recipe in gujarati notes
મુઠીયાને અંદર થી સોફ્ટ ને જાડી દર બનાવવા ચપટી સોડા નાખી શકો છો
રસ નો વઘાર તમે ઘી થી કરો તો સ્વાદ ખૂબ સારો આવે છે
મુઠીયા હમેશા ઉકળતા રસ માં જ નાખવા નહિતર છૂટા થઈ જશે
અહી તમે લસણ ડુંગળી ખાતા હો તો રસ ના વઘાર માં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો