Go Back
+ servings
ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત - bharela marcha na bhajiya recipe in gujarati - bharela marcha na bhajiya banavani rit - ભરેલા મરચા ના ભજીયા - bharela marcha na bhajiya - bharela marcha na bhajiya recipe

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત | bharela marcha na bhajiya banavani rit | bharela marcha na bhajiya recipe in gujarati | bharela marcha na bhajiya | ભરેલા મરચા ના ભજીયા

આજે આપણે ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત - bharela marcha na bhajiya banavani rit શીખીશું. આપણે ઘણી વખત લગ્ન પ્રસંગમાંઅલગ અલગ પ્રકારના ભજીયા ખાતા હોઈએ છીએ અને એમાં સૌથી વધારે મરચા ના ભજીયા સાદા કે ભરેલાખૂબ પસંદ આવતા હોય છે જે મોરા ને મોટા મરચા માંથી બનાવવામાં આવે છે જે ખાવા માં ટેસ્ટીઅને ક્રિસ્પી લાગે છે તો ચાલો  ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત - bharela marcha nabhajiya recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ભરેલા મરચા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી| bharela marcha na bhajiya ingredients

  • 5-6 મોરા મોટા મરચા

ભજીયા માટેનુ લોટનું મિશ્રણ બનાવવાની રીત

  • 1 કપ બેસન
  • ¼ કપ ચોખાનો લોટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર 1
  • ½ ચમચી હળદર
  • 1-2 ચપટી હિંગ
  • 1 ચપટી બેકિંગ સોડા
  • ¼ કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

ભજીયાનું પુરણ બનાવવાની રીત

  • 3-4 બાફેલા બટાકા
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી ( ઓપ્શનલ છે)
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી જીરું
  • ચમચી આમચૂર પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ચમચી હિંગ ¼ ચમચી

Instructions

ભરેલા મરચાના ભજીયા | bharela marcha na bhajiya banavani rit | bharela marcha na bhajiya recipe

  • સૌપ્રથમ આપણે ભજીયા ના લોટનું મિશ્રણ બનાવવાની રીત શીખીશું ત્યારબાદભજીયા નું પુરણ બનાવવાની રીત શીખીશું અને અંતે ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત

ભજીયા માટેનુ લોટનું મિશ્રણ બનાવવાની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં બેસન નો લોટ અને ચોખાનો લોટ ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનોપાઉડર, હળદર,હિંગ, સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગસોડા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

ભજીયાનું પુરણ બનાવવાની રીત

  • એક વાસણમાં બાફેલા બટાકા લઈ એને હાથ વડે અથવા મેસર વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચા નીપેસ્ટ, લીલા ધાણા સુધારેલા,ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ ( ઓપ્શનલ છે), લાલ મરચાનો પાઉડર, હળદર, જીરું, આમચૂર પાઉડર,સ્વાદ મુજબ મીઠુ, અને હિંગ નાખી બરોબર મિક્સ કરીને પૂરણ તૈયાર કરી લ્યો

ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મરચા ને ધોઇ કોરા કરી એક બાજુચાકુથી કાપો મૂકો અને એમાં તૈયાર કરેલ પૂરણ ભરો આમ બધા મરચા માં ચાકુથી કાપા મૂકી પૂરણભરી તૈયાર કરો
  • હવે તેલ ગરમ થાય એટલે એમાં ભરેલા મરચા ને બેસન વાળા મિશ્રણ ને હલાવી એમાં મરચા બોડી કોટિગકરો ને ગરમ તેલ માં તરવા નાખો આમ બધા મરચા ને બેસન ના મિશ્રણ માં બોડી તેલ માં નાખતાજાઓ એક વખત માં જેટલા સમાય એટલા નાખો
  • ભજીયાએક બાજુ થોડા ચડી જાય એટલે ઝારા થી ઉથલાવવા અને બીજી બાજુ પણ તરી લેવા આમ બને બાજુગોલ્ડન તરી લ્યો ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો ભરેલા મરચાના ભજીયા

bharela marcha na bhajiya recipe in gujarati notes

  • તમે ખાલી બેસન નું મિશ્રણ પણ બનાવી શકો છો પણ જો ચોખા નો થોડો લોટ બેસન સાથે નાખશો તો કોટીંગજાડું અને ક્રિસ્પી બનશે
  • પૂરણને તમે એક ચમચી તેલ માં શેકી લીધા બાદ ઠંડુ કરી ને નાખશો તો ખૂબ ટેસ્ટી લાગશે
  • પૂરણ સાથે તમે ચીઝ ક્યૂબ પનનાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો