ગ્રેવી વાળા ભીંડા બનાવવા સૌપ્રથમ દહી લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસુરી મેથી, વરિયાળી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એકબાજુ મૂકો
ત્યારબાદ ભીંડા ને ધોઇ લ્યો ને કપડા થી સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ઉપર નીચે નો ભાગ કાપી લ્યો ને વચ્ચે એક ઊભો લાંબો કાપો મરી કટ કરી લ્યો આમ બધા ભીંડા ને કાપી ને તૈયાર કરો
હવે ગેસ પર ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ભીંડા નાખો અને સ્વાદ મુજબમીઠુ નાખીને ને ફૂલ તાપે ચાર પાંચ મિનિટ શેકી ને ચડાવી લ્યો અને એનો રંગ બદલી જાય ત્યાંસુધી શેકી લ્યો ત્યાર બાદ ઝારા થી ભીંડા માં તેલ ના રહે એમ કાઢી લ્યો
હવે એજ કડાઈ માં જો જરૂર લાગે તો એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલમરચા, જીરું ને હિંગનાખી તતડાવો ત્યાર બાદ લસણ પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી ને મિક્સ કરો ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
હવે એમાં લીલા મરચા અને આદુ લસણ નો પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર અને લાલ મરચાનોપાઉડર નાખીને ધીમા તાપે શેકી લ્યો એક મિનિટ શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી સાથે મીઠું નાખીને મિક્સ કરી લ્યો અને ટમેટા ગરી જાય ત્યાર સુંધી ચડાવો
ટમેટાચડી જાય એટલે એમાં મસાલા વાળુ દહી નાખી બરોબર મિક્સ કરીને બે મિનિટ શેકો ત્યાર બાદઢાંકી ને ધીમા તાપે બે ત્રણ મિનિટ ખદખદવા ના લાગે ત્યાં સુંધી ચડાવો દહીં માંથી તેલઅલગ થાય એટલે તેમાં શેકી રાખેલ ભીંડા નાખો અને મિક્સ કરી લ્યો
ભીંડા અને દહી ને એક બે મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખીમિક્સ કરો ને ઢાંકી ને એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી રોટલી પરોઠા સાથેસર્વ કરો ગ્રેવી વાળા ભીંડા