ચણા દાળ નું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak banavani rit | chana ni dal nu shaak | ચણા દાળ નું શાક | chana ni dal nu shaak recipe in gujarati | ચણાની દાળ નું શાક
આજે આપણે ઘણા બધા દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ચણા દાળ નું શાક કેવી રીતે બનાવવાનું ? તો આજ ચણાદાળ નું શાક બનાવવાની રીત - chanani dal nu shaak banavani rit શીખીશું. ચણાદાળ માં સારી માત્રામાં પ્રોટીન રહેલ હોય છે અને ટેસ્ટ માં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગતી હોય છે અને રોટલી પરોઠા કે ભાત સાથે સર્વકરો શકાય છે તો ચાલો ચણા દાળ નું શાક બનાવવાની રીત - chanani dal nu shaak recipe in gujarati શીખીએ
4.15 from 7 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Resting time: 30 minutesminutes
Total Time: 1 hourhour20 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 કુકર
Ingredients
ચણા દાળ ને બાફવા માટેની સામગ્રી
1 કપચણાદાળ
½ ચમચીહળદર
1 ચમચીતેલ / ઘી
મીઠું સ્વાદ મુજબ
દાળને વઘાર કરવા માટેની સામગ્રી
3-4 ચમચીતેલ
½ ચમચીજીરું
¼ચમચીહિંગ ચમચી
3-4લવિંગ
1તમાલપત્ર
1-2લીલા મરચા સુધારેલા
1 ચમચીઆદુનો પેસ્ટ
1ચમચીલસણ પેસ્ટ 1
2ઝીણી સુધારેલી ડુંગળી
¼ ચમચીહળદર
2 ચમચીધાણા જીરું પાઉડર
1 ચમચીલાલ મરચાનો પાઉડર
3ઝીણા સમારેલા ટામેટા
1 ચમચીગરમ મસાલો
પાણી જરૂર મુજબ
સ્વાદ મુજબ મીઠું
5-6 ચમચીલીલા ધાણા સુધારેલા
બીજા વઘાર માટેની સામગ્રી
1 ચમચીઘી / તેલ
½ ચમચીજીરું
1-2સૂકા લાલ મરચા
½ ચમચીલાલ મરચાનો પાઉડર
Instructions
ચણાની દાળનું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak banavani rit | ચણા દાળ નું શાક
ચણાદાળ નું શાક બનાવવા માટે સૌ પ્રથમ દાળ ને બાફી લેવાની રહેશે ત્યાર બાદ એનો વઘાર તૈયાર કરીવઘારવાની રહે છે અને દાળ ને ઢાબા સ્ટાઈલ બનાવવા માટે બીજો વઘાર કરી ઉપર થી નાખવા નોરહે છે
ચણાદાળ ને બાફવા ની રીત
સૌ પ્રથમ ચણાદાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો
ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકોઅડધા કલાક પછી દાળ નું પાણી કાઢી નાખો અને દાળ ને કૂકરમાં નાખો અને બે કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, હળદર અને તેલ / ઘી નાખી ને બે ત્રણ સીટી કરી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
ચણાદાળ નો વઘાર કરવાની રીત
ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવોત્યાર બાદ એમાં લવિંગ અને તમાલપત્ર નાખી શેકો હવે એમાં લીલા મરચા સુધારેલા, આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટસુધી શેકી લ્યો હવે એમાંઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો અને ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને બાફી રાખેલ ચણાદાળ નાખી ને મિક્સકરી લ્યો ને જરૂર લાગે તો અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને મિડીયમ તાપે પાંચમિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ દાળ ને મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી લીલા ધાણા નાખી સર્વિંગપ્લેટ માં કાઢી લ્યો
ચણા દાળ નું શાક નો બીજો વઘાર કરવાની રીત
વઘરીયામાં અથવા કડાઈ માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ ગેસબંધ કરી એમાં હિંગ અને સૂકા લાલ મરચા નાખો અને લાલ મરચાનો પાઉડર નાખી તૈયાર વઘાર પ્લેટમાં નાખો ને ઉપર લીલા ધાણા , આદુની કતરણ અને લીલા મરચા થી ગાર્નિશ કરી સર્વ કરો ચણાદાળ નું શાક
chana ni dal nu shaak recipe in gujarati notes
દાળને સાવ ગરી જાય ત્યાં સુધી ના બાફવી થોડો દાણો ચાવો પડે એવી બાફવી
જો તમારેવધારે ગ્રેવી જોઈએ તો જ પાણી વધારે નાખવું નહિતર આ શાક થોડું ઘટ્ટ જ વધારે સારું લાગેછે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો