ખારી બનાવવા સૌપ્રથમ એક વાટકામાં નોર્મલ રૂમ ટેમ્પ્રેચર વાળુ ઘી બે ચમચી લ્યો એને પાંચ મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી મેંદા નો લોટ નાખો ફરી પાંચ મિનિટ ફેટી લ્યો અને એક બાજુ મૂકો
હવે બીજા વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું, લીંબુનો રસ અને બે ચમચી ઘી નાખી હાથ થી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં થોડુથોડુ નાખી નોર્મલ નરમ લોટ બાંધી લો બાંધેલા લોટ ના એક સરખા છ થી આઠ ભાગ કરી લ્યો
હવે એક લુવો લઈ કોરા મેંદા ના લોટ સાથે વણી ને સાવ પાતળી રોટલી બનાવી લ્યો આમ બધા લુવાને કોરો લોટ લઈ પાતળી રોટલી બનાવી ને એક બાજુ મૂકતા જાઓ બધી રોટલી વણી ને તૈયાર કરી લ્યો
હવે એક રોટલી લ્યો એના પર તૈયાર કરેલ ઘી મેંદા ની સલ્ડી એક સરખી લગાવો એના પર બીજી રોટલીમૂકો એના પર પણ સ્લડી લગાવો એના પર ત્રીજી રોટલી મૂકો એના પર પણ સ્લડી લગાવો આમ એકઉપર એક રોટલી મૂકી સ્લડી લગાવતા જાઓ
હવે સલ્ડી લગાવેલ રોટલી ને એક બાજુ થી અડધી વારો એના પર સ્લડી લગાવો અને એની સામે બાજુને પણ અડધી વારી એના પર સલ્ડી લગાવો ત્યાર બાદ ઉપર થી વારો અને નીચે ના ભાગથી વારીચોરસ આકાર આપી દયો
ત્યાં બાદ તૈયાર ચોરસ ને ફ્રીઝ માંઅડધો કલાક માટે મૂકો
અડધા કલાક પછી ફ્રીઝ માંથી કાઢી ને કોરો લોટ લઈ ને મિડીયમ જાડી વણી લ્યો અને ચાકુ કે પીઝાકટર વડે જે સાઇઝ ની કે આકાર ની ખારી બનાવી હોય એ સાઇઝ ની કાપી લ્યો
હવે થાળી પર બટર પેપર કે સિલ્વર ફૉઇલ મૂકી કટ કરેલ ખારી થોડી થોડી દૂર મૂકી ફ્રીઝ માં દસપંદર મિનિટ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં મીઠું કે રેતી નાખી એમાં કાંઠો મૂકો અને ઢાંકી ને દસ મિનિટ ગરમ થવાદયો
દસ મિનિટ પછી ફ્રીઝ માંથી થાળી કાઢીકડાઈ માં મૂકો અને ગેસ સાવ ધીમો કરી નાખો વીસ પચીસ મિનિટ પછી ઢાંકણ ખોલી બધી ખારી નેઉથલાવી નાખો ને બીજી બાજુ પણ વીસ મિનિટ ચડાવી લ્યો
આમ બને બાજુ બરોબર ચડાવી લીધા બાદખારી ને બહાર કાઢી ઠંડી થવા દયો ને ચા સાથે મજા લ્યો ખારી
અથવા ઓવેન ને દસ મિનિટ160ડિગ્રી પ્રી હિટ કરો ત્યાર બાદ એમાં ફ્રીઝ માંથી કઢી ઓવેન માં મૂકીચાલીસ મિનિટ બેક કરી લ્યો તો તૈયાર છે ખારી