ભાતના શેકલાં બનાવવા માટે સૌ પ્રથમ ભાત ને એક વાસણમાં લ્યો એના બેસન અને દહી નાખી બરોબરમસળી ને મિક્સ કરી લ્યો
જો જરૂર લાગે તો બેસન ની માત્ર એક બે ચમચી વધારી શકો છો હવે તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો અનેગેસ પર એક તવી કે પેન ને ગરમ કરવા મૂકો
એમાં એક ચમચી તેલ નાખી ફેલાવી લ્યો અને ગેસ સાવ ધીમો કરી લ્યો હવે તૈયાર કરેલ મિશ્રણ નેહાથ વડે નાખી થોડો જાડો રહે એમ ફેલાવી લ્યો
હવે એને ઢાંકી ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ તવિથા થી ઉથલાવી લ્યો અનેતેલ લગાવી બીજી બાજુ ઉથલાવી લ્યો અને ઢાંકી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો આમ બને બાજુગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો અને આમ બધા શેકલા શેકી ને તૈયાર કરો લ્યો તો તૈયાર છે ભાત ના શેક્લા