Go Back
+ servings
ડુંગળી લસણ વગરના છોલે બનાવવાની રીત - dungli lasan vagar chole banavani rit - dungli lasan vagar chole recipe in gujarati - lasan dungli vagar chole recipe in gujarati - લસણ ડુંગળી વગરના છોલે બનાવવાની રીત

ડુંગળી લસણ વગરના છોલે બનાવવાની રીત | dungli lasan vagar chole banavani rit | dungli lasan vagar chole recipe in gujarati | lasan dungli vagar chole recipe in gujarati | લસણ ડુંગળી વગરના છોલે બનાવવાની રીત

આજે આપણે ડુંગરી લસણ વગર ના છોલે બનાવવાની રીત - dungli lasan vagar chole banavani rit શીખીશું. વ્રત ઉપવાસમાં ઘણા ડુંગળી લસણ નથી ખાતા તો ત્યારે કઈક ટેસ્ટી ખાવું હોય તો આ રીતે છોલે બનાવી તૈયાર કરો અને વ્રતમાં પણ ખૂબ ટેસ્ટી ખાઈ શકો છો તો ચાલો ડુંગળી લસણ વગરના છોલે બનાવવાની રીત - dungli lasan vagar chole recipe in gujarati શીખીએ
5 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 7 hours
Total Time: 7 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

ડુંગળી લસણ વગરના છોલે બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ કાબુલી ચણા
  • 2 ચમચીચા ભુકી
  • સ્વાદ મુજબ મીઠું
  • 3 કપ પાણી

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 2 ટમેટા
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ +¼ આદુનો ટુકડો
  • 1 ચમચી જીરું
  • 1-2 તમાલપત્ર
  • 1 તજ નો ટુકડો
  • 1 મોટી એલચી
  • 1 જાવેત્રી
  • 1-2 નાની એલચી
  • ¼ ચમચી અજમો
  • 2-3 લવિંગ
  • 2-3 ચમચી તેલ
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી દાડમ પાઉડર /  આમચૂર પાઉડર
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી કસુરી મેથી
  • ½ ચમચી ગરમ મસાલો
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

ડુંગળી લસણ વગરના છોલે બનાવવાની રીત | dungli lasan vagar chole banavani rit | લસણ ડુંગળી વગરના છોલે બનાવવાની રીત

  • ડુંગરી લસણ વગર ના છોલે બનાવવા માટે સૌ પ્રથમ કબૂલી ચણા ને સાફ કરી ને બે ત્રણ પાણી થી ધોઇલ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ સાત કલાક પલાળી મુકો
  • સાત કલાક પછી એનું પાણી નિતારી ને કુકર માં નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને ચા ભુકીની પોટલી બનાવી નાખો સાથે બે થી અઢી કપ પાણી નાખી કુકર બંધ કરી નાખો ને ગેસ ઉપર મૂકીત્રણ ચાર સીટી વગાડી લ્યો ત્યાર બાદ દસ મિનિટ ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો
  • હવે મિક્સર જારમાં ટમેટા, લીલા મરચાં અને આદુ નો એક નાનો ટુકડો નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, તજ નો ટુકડો,મોટી એલચી,જાવેત્ર, નાની એલચી, અજમોઅને લવિંગ નાખી એક મિનિટ ધીમા તાપે શેકી લ્યો
  • ત્યારબાદ એમાં આદુ ની કતરણ અને એક બે લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટાની પ્યુરી નાખી સાથે સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, શેકેલ જીરું પાઉડર, દાડમપાઉડર/  આમચૂર પાઉડર,સંચળ અને હાથ થી મસળી ને કસુરી મેથી  નાખી મિક્સ કરી લ્યો
  • હવે મસાલા અને ગ્રેવી ને ધીમા તાપે ઢાંકી ને તેલ અલગ થાય ત્યાં સુધી આશરે પાંચ સાત મિનિટચડાવી લ્યો સાત મિનિટ પછી એમાં બાફેલ કાબુલી ચણા માંથી ચા ની પોટલી કાઢી ને ચણા નેવઘાર માં નાખી મિક્સ કરી ને ચણા ને થોડા મેસ કરી લ્યો
  • ત્યારબાદ મિડીયમ તાપે ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો અને વચ્ચે થોડી થોડી વારે હલાવીને મેસ કરી હલાવતા રહી ચડાવી લ્યો છેલ્લે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખીમિક્સ કરો અને ગેસ બંધ કરી ગરમ ગરમ પુરી પરોઠા સાથે સર્વ કરો ડુંગરી લસણ વગર ના છોલે

lasan dungli vagar chole recipe in gujarati notes

  • કાબુલી ચણા ને ઓછા માં ઓછા સાત આઠ કલાક પલાળી રાખેલ હસે તો સારા ચડી જસે અને સોફ્ટ બનશે
  • બાફતી વખતે ચા ની પોટલી બનાવી બાફવા થી બહાર મળતા છોલે જેવો સ્વાદ અને રંગ આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો