ઘઉંના લોટ માંથી બિસ્કીટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને ઘઉં નો લોટ લ્યો એમાં બેસન નોલોટ ચાળી ને નાખો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં ઘી નાખી હાથ વડે બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો અને લોટ બાંધો ( જો લોટ બાંધવા માં તકલીફ થતીહોય તો એક ચમચી દૂધ નાખી શકો છો )
બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના ને આકાર ના બિસ્કીટ બનાવવા હોય એ બનાવો જેમ કે જો ચોરસ બનાવવાછે તો લોટ નું મિશ્રણ લ્યો એને હથેળી વડે દબાવી ને આંગળી ની મદદ થી ચોરસ આકાર આપો અનેઉપર થોડા પિસ્તા કતરણ છાંટો
અથવા બાંધેલા લોટ ને એક પ્લાસ્ટિક ની થેલી માં લાંબો ચોરસ આકાર આપી બને બાજુથી પેક કરી ફ્રીઝમાં અડધા કલાક માટે મૂકો ત્યાર બાદ ચાકુ થી કટકા કરી લ્યો અથવા પ્લાસ્ટિક પર તૈયાર લોટ ને હાથ વડે ફેલાવી લ્યો ને કુકી કટર થી કટ કરી લ્યો
તૈયાર બિસ્કીટ ને કડાઈ માં મૂકો ને કડાઈ ને ધીમા તાપે ગેસ પર એક તવી મૂકી એના પર ઢાંકી નેકડાઈ મૂકો અને સાવ ધીમા તાપે પંદર વીસ મિનિટ ચડવા મૂકો અથવા બિસ્કીટ લાઈટ બ્રાઉન થાયત્યાં સુધી ચડાવી લ્યો હવે બિસ્કીટ ને થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ કાઢી લ્યો અને સાવઠંડા થવા દયો અને મજા લ્યો ઘઉંના લોટ માંથી બિસ્કીટ