Go Back
+ servings
કુલચા બનાવવાની રીત - kulcha banavani rit - kulcha recipe in gujarati - kulcha banavani recipe - Kulcha - kulcha recipe - કુલચા

કુલચા બનાવવાની રીત | kulcha banavani rit | kulcha recipe in gujarati | kulcha banavani recipe | Kulcha | kulcha recipe | કુલચા

નમસ્તે મિત્રો આજે આપણે ઘરે કુલચા બનાવવાની રીત - kulcha banavani rit શીખીશું.આ કુલચા તમે છોલે સાથે, શાક સાથે કે બ્રેડ ની જગ્યાએ પણ ખાઈ શકો છો આ કુલચા પહેલેથી બનાવી ને રાખીદયો ને સર્વે કરતી વખતે ઘી કે માખણ માં થોડા શેકી ને પણ સર્વ કરી શકાય છે તો ચાલો કુલચાબનાવવાની રીત kulcha recipe in gujarati - kulcha banavani recipe શીખીએ
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

કુલચા બનાવવા જરૂરી સામગ્રી | kulcha recipe ingredients

  • 200 ગ્રામ મેંદા નો લોટ
  • 2-3 ચમચી ખાટું દહીં
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી ઇનો / બેકિંગ પાઉડર
  •   2-3 ચમચી કલોંજી / કાળા તલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

કુલચા બનાવવાની રીત| kulcha banavani rit |  kulcha banavani recipe

  • કુલચા બનાવવાની રીત - kulcha banavani rit  મા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઇનો / બેકિંગ પાઉડર નાખો ને થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો
  • હવે બાંધેલા લોટ ને ભીનું કપડું ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી એક બાજુ મૂકો દસ મિનિટ પછીલોટ ને અડધી ચમચી તેલ નાખી ફરી મસળી લ્યો અને ચાર થી છ ભાગ કરી લુવા બનાવી લ્યો
  • હવે ગેસ પર મિડયમ તાપે તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધીમાં એક લુવો લઈ કોરા લોટ સાથે હલકા હાથે વણી લ્યો થોડો વણી લીધા બાદ એના પર પાણી વારો હાથ ફેરવી કલોંજિ / કાળા તલ છાંટો અને હાથ વડેથોડા દબાવી દયો ફરી થોડો કોરો લોટ છાંટી કુલચા ને મીડીયમ જાડો વણી લ્યો
  • હવે ગેસ ધીમો કરી વણેલો કુલચા ને તવી પર નાખો ને એક બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ થોડો શેકી લ્યો આમ બને બાજુ બરોબર ચડાવી લ્યો
  •  ત્યાર બાદ એના પર ઘી કે માખણ લગાવીશેકી લ્યો આમ એક એક વણી સાઈડ માં ચડાવતા જઈ કુલચા તૈયાર કરી લ્યો
  • જો તમારે તરત કુલચા ના ખાવા હોય તો શેકી લીધા બાદ ગેસ પર થી ઉતરી લ્યો અને સર્વ કરતી વખતે ઘી / માખણ થી શેકી ને સર્વ કરોકુલચા

kulcha recipe in gujarati notes

  • જો તમેઇનો કે બેકિંગ સોડા નાખી લોટ બાંધો તો પંદર મિનિટ થી વધારે ના રાખવો નહિતર ઇનો ની અસર ઓછી થઈ જશે
  • કુલચાને તવી પર નાખી સાઈડ માં બે ચમચી પાણી નાખી ઢાંકી ને પણ ચડાવી શકો છો
  • કુલચા રોટલી થી થોડા જાડા હોય છે તો ફૂલ તાપે શેકશો તો અંદર થી કાચા રહી જસે એટલે ધીમા કેમિડીયમ તાપે શેકવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો