આયુર્વેદિક મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ કાચી વરિયાળી ને ગેસ પ્ર કડાઈ માં ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો (અહી તમે વરિયાળી ને મીઠું,હળદર અને લીંબુનો રસ / પાણી નાખી મિક્સ કરી એકકલાક મૂકી ત્યાર બાદ શેકી ને પણ લઈ શકો છો )
હવે એમાં ધાણા દાળ ને બે મિનિટ ધીમા તાપે શેકી વાસણમાં કાઢી લ્યો અને સફેદ તલ ને પણ ધીમા તાપે તતડે ને ફૂલી જાય ત્યાં સુંધી શેકી લ્યો ( તલ ને પણ તમે મીઠું હળદર અને લીંબુનોરસ / પાણી લગાવી અડધો કલાક પછી શેકી ને નાખી શકો છો)
હવે અળસી ને એક મિનિટ શેકી ને કાઢી લ્યોટયાર બાદ સુવા ને શેકી ને પણ કાઢી લ્યો અને અજમો પણ એક મિનિટ શેકી કાઢી લ્યો અને સૂકા નારિયળ ને બે મિનિટ શેકી લ્યો ને કાઢી લ્યો બધી સામગ્રી ને શેકી લીધા બાદ ઠંડા થવા દયો
બધી સામગ્રી ઠંડા થાય એટલે એમાં જેઠીમધ નો પાઉડર, લવિંગ પાઉડર, સૂઠ પાઉડર, એલચી પાઉડરઅને ફૂટેલી સાકર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો ને જમ્યા પછી કે એમજ પણ જ્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ખાઓ ને ખવડાવો આયુર્વેદિક મુખવાસ