સૌ પ્રથમ એક મોટા વાસણમાં દોઢ લીટર દૂધ ગરમ કરવા મૂકો દૂધ ને વચ્ચે વચ્ચે હલાવતા રહી દૂધ નેએક ઉભરો આવે ત્યાં સુધી ચડાવો જેવો દૂધ માં ઉભરો આવે એટલે ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ બે ચમચી નાખી ધીમે ધીમે હલાવી મિક્સ કરો
ત્યારબાદ ફરી ગેસ ચાલુ કરી એમાં બીજા એક બે ચમચી લીંબુ નો રસ નાખી હલાવી પનીર ને પાણી અલગ કરી લ્યો પનીર અલગ થાય એટલે એને એક ચારણીમાં કપડું મૂકી એમાં કાઢી લ્યો હવે એના પરચાર પાંચ ગ્લાસ ઠંડુ પાણી નાખી ને પનીર ને ધોઇ લ્યો જેથી એમાંથી લીંબુની ખટાશ નીકળીજાય ને પનીર ઠંડુ થઈ જાય
પનીર ઠંડુ થાય એટલે કપડા ને ગોળ ફેરવી એમાંથી પાણી નિતારી લ્યો ત્યાર બાદ એક મોટા વાસણમાં કે થાળી માં પનીર કાઢી એને હાથ થી મસળી સોફ્ટ બનાવી લ્યો (અહી તમે મિક્સર જાર માં નાખી એક બે વખત પ્લસ મોડ માં ફેરવી ને પણ પનીર સોફ્ટ કરી શકો છો) અને એક બાજુ મૂકો