કસ્ટર્ડ બરફી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં કસ્ટર્ડ પાઉડર લ્યો એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ અને અડધો કપ પાણી નાખી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી દૂધ નાખી ખાંડ માં રહેલ કચરો અલગ કરી કાઢી લ્યો અને ગેસ સાવ ધીમો કરી નાખો
હવે એમાં થોડુ થોડુ કરી હલાવતા જઈ ને કસ્ટર્ડ પાઉડર વાળુ મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રહો દસ પંદર મિનિટ સુધી હલાવ્યા પછી મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એક ચમચી ઘી નાખી ધીરે ધીરે મિક્સ કરો
ઘી મિશ્રણમાં બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બીજી એક ચમચી ઘી નાખી ધીરે ધીરે મિક્સ કરી લ્યો હવે એમાં ડ્રાય ફ્રુટ ના કટકા થોડા એક બાજુ મૂકી બાકી ના નાખી મિક્સ કરી લ્યો ને ગરી એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો
હવે એક થાળી કે મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એમાં તૈયાર બરફી નું મિશ્રણ નાખે એક સરખું ફેલાવી દયો ને ઉપરથી એક બાજુ મુકેલ ડ્રાય ફ્રુટ ના કટકા છાંટી ને ત્રણ ચાર કલાક ઠંડા થવા દયો
ચાર કલાક પછી બરફી બરોબર સેટ થાય એટલે એને ડી મોલ્ડ કરો અને ચાકુ થી એના મન ગમતા આકાર નાકટકા કરી લ્યો તો તૈયાર છે કસ્ટર્ડ બરફી