ઘઉંના લોટનો શીરો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલેએમાં છીણેલો ગોળ નાખી હલાવી ને ઓગળી લ્યો ને પાણી મા ગોળ ઓગળી જાય ને પાણી ઉકળવા લાગેએટલે ગેસ બંધ કરી નાખો
હવે એક કડાઈમાં એક બે ચમચી ઘી એક બાજુ મૂકી બાકી નું ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકો
લોટને ધીમા તાપે શેકી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકવો લોટ બરોબર શેકાઈજાય એટલે એમાં ગોળ વારું પાણી ગાળી ને એમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ન રહેએમ બરોબર મિક્સ કરી લ્યો
ત્યારબાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ફરી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કાજુ, બદામ અને પીસ્તા ના કટકા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસબંધ કરી નાખો અને ઉપર થી બચાવી રાખેલ બે ચમચી ઘી નાખો તો તૈયાર છે ઘઉંના લોટનો શીરો