સીંગ ભુજીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન નો લોટ ચાળી લ્યો ને લોટ માંથી ત્રણ ચાર ચમચી બેસન અલગ કરી મૂકો ત્યાર બાદ બચેલ બેસન માં ચોખા નો લોટ ચાળી ને નાખો સાથે લાલમરચાનો પાઉડર, હળદર, હિંગ, સંચળ, જીરું પાઉડર, મરી પાઉડર, ગરમ મસાલો,આદુ લસણની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને સીંગદાણાનાખી બરોબર મિક્સ કરો
હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મસાલા ને સીંગદાણા ઉપર કોટીંગ થાય અને દાણા એક બીજા સાથેચોટી જાય એટલું મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકોપંદર મિનિટ પછી એમાં આમચૂર પાઉડર અને બેકિંગ સોડા નાખી ફરીથી મિક્સ કરો
હવે એમાં એક બે ચમચી સાઈડ માં મુકેલ બેસન ની નાખી ને હાથ વડે ગોળ ગોળ ફેરવી ને એક એક દાણાને અલગ અલગ કરતા જાઓ જેવા દાણા ભીના લાગે ફરી એક બે ચમચી બેસન નાખી મિક્સ કરો આમ બેસન નાખતા જઈ એક એક દાણા ને અલગ અલગ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં કોટીંગ કરેલ સીંગદાણા ને નાખો ને બે ત્રણ મિનિટ એમજ તરવા દયો ત્રણ મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો ને થોડી થોડી વારે હલાવતા જઈ ગોલ્ડન તરી લ્યો અથવા તેલ માં બનતા ફુગ્ગા ઓછા થાય ત્યાં સુધી તરી લ્યો
આમ ભુજીયાને તરી ને કાઢી લ્યો ને બીજા તરવા નાખો અને એને પણ ગોલ્ડન તરી લ્યો બધા સીંગ ભુજીયા તરી લ્યો એટલે મોટા વાસણમાં ઠંડા કરી લ્યો અને સાવ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા અને મજા લ્યો સીંગ ભુજીયા