ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડા પાન, તૈયાર કરેલ ઠેંચો નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ગરમ મસાલો નાખો ને સાથે બાફી ને મેસ કરેલ બટાકા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠુ, લીલા ધાણા સુધારેલા નાખી ચમચા વડે દબાવીમેસ કરી ને મિક્સ કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો મિશ્રણ બિલકુલ ઠંડુ થાયએટલે એમાંથી મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ ગોળ બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ બટાકા ના વડા નેબેસન માં બોળી મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો અને લીલા મરચા પણ તરી ને તૈયાર કરી એક બાજુમૂકો