બાજરી ની રોટલી કે રોટલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરી નો લોટ ચારણી વડે ચાળી લેવો ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો મીઠું બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડુ થોડુ ગરમ પાણી નાખી ને મિક્સ કરો અને લોટ બંધાઈ જાય એટલે એક સરખો દસ બાર મિનિટ સુંધી મસળી લ્યો
લોટને દસ બર મિનિટ બરોબર મસળી લીધા બાદ એમાં થી જે સાઇઝ ની રોટલી કે રોટલો બનાવો હોય એ સાઇઝ નો લોટ લઈ એનો લુવો બનાવો ને લોરોલોટ પાટલા પર નાખો ને લુવા ને એના પર મૂકી કોરો લોટ નાખી હળવા હાથે ઠપ થપાવતા જાઓ નેબીજો હાથ સાઈડ માં મૂકી તિરાડ ના પડે એટલે રાખો ને ગોળ ગોળ ફેરવી ( જો રોટલી કે રોટલો નીચે બરોબર ના ફરે તો નીચે ના ભાગે કોરો લોટ નાખવો)એક સરખી રોટલી કે રોટલો બનાવી લ્યો
અથવા કોરો લોટ સાથે લુવા ને લ્યો ને પાટલા પર કોરો લોટ છાંટી હળવા હાથે વેલણ થી એક સરખો વણી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો એના પર તૈયાર રોટલો ઉપર નો ભાગ તવી પર નીચે પડે એમ નાખોને ઉપર પાણી વારો હાથ કરી બરોબર પાણી લગાવી દયો હવે એક બાજુ થોડો ચડવા લાગે એટલે તવિથાથી ઉથલાવી નાખો ને ત્યાર બાદ બીજી બાજુ બરોબર ચડાવી લ્યો
બીજી બાજુ બરોબર ચડી જાય એટલે ઉથલાવીઆગળ ની બાજુ બરોબર ચડાવો ને રોટલી કે રોટલો થોડો ફૂલ તો કપડા કે તવિથા થી દબાવી લેવોજેથી આખો રોટલી કે રોટલો બરોબર ફૂલ આમ રોટલી કે રોટલો બને બાજુ બરોબર ચડી જાય એટલેતવી પરથી ઉતરી લ્યો ને ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો બાજરી ની રોટલી કે રોટલા