અંજીર બરફી બનાવવા સૌપ્રથમ અંજીર ને સાફ કરી લ્યો અને એમાં ચોટેલ કચરો અલગ કરી લ્યો એને પાણીથી એકાદ વખત ધોઇ લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ને 6-8 કલાક પલાળી રાખો જેથી બરોબર પલળી જાય
હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખી ને કાજુ અને બદામ ને ધીમા તાપે હલાવતા રહો ને ગોલ્ડન શેકી લ્યો કાજુ બદામ બરોબર શેકાઈ જાય એટલે એક થાળી માં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં અડધી ચમચી ઘી નાખી એમાં પિસ્તા ને ધીમા તાપે શેકી લ્યો ને એને અલગ વાટકા માં કાઢી લ્યો અને ત્યાર બાદ એજ કડાઈમાં મગતરી બીજ નાખી એને પણ ધીમા તાપે શેકી લ્યો અને એક વાટકા માં કાઢી ઠંડા થવા દયો
બધા શેકેલ ડ્રાયફ્રુટ ઠંડા થાય એટલેમિક્સર જારમાં કાજુ બદામ , શેકેલ પિસ્તા માંથી પોણા ભાગ ના પિસ્તા અને અડધા શેકેલ મગતરી બીજ નાખી ને અધકચરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો અને બાકી રહેલ પિસ્તા ની કતરણ કરી એક બાજુ મૂકો હવે એજ મિક્સર જાર માં હાથ વડે થોડા દબાવી ને પલાળી રાખેલ અંજીર માંથી અડધા પલાળેલા અંજીર નાખી પીસી લ્યો અને અડધા ને ચાકુ થી કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘી નાખો અને હાથે કટકા કરેલ અંજીર નાખી ને શેકી લ્યો ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં પીસી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં ઘી બે ત્રણ ચમચી અને પીસી રાખેલ અંજીર નો પલ્પ નાખો ને બરોબર મિક્સ કરી લ્યોને હલાવતા જાઓ ત્રણ ચાર મિનિટ પછી એમાં ખાંડ /ગોળ નાખો (ઓપ્શનલ છે જો વધારે મીઠાસ જોઈતી હોય તો નાખવીહોય તોજ નાખો નહિતર નાખવા ની જરૂર નથી )
હવે મિશ્રણ ને બરોબર મિક્સ કરો ને પંદર વીસ મિનિટ ધીમા તાપે હલાવતા રહી ને શેકી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે છેલ્લે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લઈ ગેસ બંધ કરી નાખો ને પાંચ મિનિટ હલાવતા રહો
પાંચ મિનિટ પછી તૈયાર બરફી ને થાળી કે મોલડ માં નાખી ને એક સરખી ફેલાવી દયો ને ઉપર એક બાજુ રાખેલ પિસ્તા ની કતરણ અને મગતરી બીજ છાંટી ને દબાવી ઉપર અંજીર મૂકી ઠંડાં થવા એક બાજુ મૂકો ત્રણ ચાર કલાક ઠંડી થવા દયો ચાર કલાક પછી ચાકુ થી કટકા કરી લ્યો ને મજા લ્યો અંજીર બરફી