ફૂલકા રોટલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડુ પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખીને લોટ ને ફરીથી મસળી લ્યો ને નરમ લોટ તૈયાર કરી લ્યો
બાંધેલા લોટ ઢાંકી ને અડધા કલાક ઓછામાં ઓછો મૂકો ને અડધા કલાક પછી ફરી થી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી નાની સાઇઝ ની રોટલી બનાવવા લુવો લ્યો ને એને હથેળી થી ગોળકરી લ્યો અને કોરા લોટ ની મદદ થી પાતળી વણી લ્યો
હવે ગેસ પર તવી ગરમ કરો તવી મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ રોટલી નાખો ને એક બાજુ થોડી ચડી જાય ને નાના ફુગ્ગા દેખાય એટલે રોટલી ને ઉથલાવી બીજી બાજુ ચડાવી લ્યો બીજી બાજુ બરોબર ચડી જાય એટલે ચીપિયા થી રોટલી ને ગેસ પર સીધી મૂકી ને ચડાવો
ત્યારબાદ બીજી રોટલી ને કોરા લોટ સાથે પાતળી વણી લ્યો અને પહેલા તવી પર ને ત્યાર બાદ ગેસપર ચડાવી લ્યો ને ઘી લગાવી લ્યો આમ બધી રોટલી ને વણી ને ચડાવી લ્યો અને ગરમ ગરમ શાક સાથે સર્વ કરો ફૂલકા રોટલી