Go Back
+ servings
આમળા નો મુખવાસ - amla no mukhwas - amla no mukhwas recipe - આમળા નો મુખવાસ બનાવવાની રીત - amla no mukhwas banavani rit - amla no mukhwas recipe in gujarati

બે પ્રકારે આમળા નો મુખવાસ | આમળા નો મુખવાસ બનાવવાની રીત | amla no mukhwas banavani rit | amla no mukhwas recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બે પ્રકારના આમળા નો મુખવાસ બનાવવાની રીત - amla no mukhwas banavani rit શીખીશું. આ મુખવાસ ખૂબ જ ગુણકારી હોય છે ને સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે શિયાળોશરૂ થાય એટલે બજાર માં સારા એવા આમળા મળતા હોય છે જેનો મોરબો, પાચક ગોળી, અથાણાં એમ અલગ અલગ રીતે લોકો સાંચવી ને બારમહિના સુધી ખાતા હોય છે તો આજ આપણે amla no mukhwas recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
drying time: 3 days
Total Time: 3 days 40 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 છીણી
  • 1 કડાઈ

Ingredients

આમળાનો મુખવાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 કિલો આમળા
  • 100 ગ્રામ આદુ
  • 2 ચમચી સંચળ
  • 1 ½ ચમચી મરી પાઉડર
  • 1 ½ ચમચી મીઠું
  • 2 લીંબુનો રસ
  • 1 ચમચી શેકેલ અજમો (ઓપ્શનલ છે)

તલ આમળાનો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | tal aamla no mukhwash

  • 250 ગ્રામ આમળા મુખવાસ
  • 500 ગ્રામ સફેદ તલ
  • 2 લીંબુનો રસ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી સંચળ
  • ½ ચમચી મીઠું

Instructions

આમળા નો મુખવાસ | amla no mukhwas | amla no mukhwas recipe

  • આમળાનો મુખવાસ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને કોરા કરી લ્યો અને આદુ ને પણ ધોઇ સાફ કરી કોરા કરી છોલી લ્યો  ત્યાર બાદ છીણી વડે પહેલા આમળા ને છીણી લો અને આમળા છીણી લીધા બાદ આદુ ને છીણી લ્યો બને સામગ્રી ને છીણી લઈ એક મોટા વાસણમાં કાઢી લ્યો
  • હવે છીણેલા આમળા આદુ માં સંચળ, મરી પાઉડર, મીઠું, મસળી ને અજમોઅને બે મોટા લીંબુનો રસ નીચોવી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકીને એક રાત એમજ રહેવા દયો અને સવારે ફરી બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ તડકા માં સાફ કપડા પર નાખી ફેલાવીને  બે ત્રણ દિવસ સૂકવી લ્યો અથવા ઘરમાં સાફ કપડા પર ફેલાવી ને ચાર પાંચ દિવસ સૂકવી લ્યો આમળા બિલકુલ સુકાઈ જાય ત્યાં સુંધીસૂકવી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો આમળા મુખવાસ

તલ આમળાનો મુખવાસ | tal aamla no mukhwash banavani rit

  • તલ આમળાનો મુખવાસ બનાવવા સૌપ્રથમ એક વાટકા માં બે લીંબુ નો રસ , હળદર, મીઠું અને સંચળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં સફેદ તેલ ને સાફકરી લ્યો અને એમાં તૈયાર કરેલ લીંબુ હળદર નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો નેસાફ કપડા પર ફેલાવી ચાર પાંચ કલાક સૂકવી લ્યો
  • તલ બરોબર સુકાઈ જાય એટલે ગેસ પર એક કડાઈ માં નાખી ધીમા તાપે તલ ને હલાવતા રહી શેકી લ્યો તલ આઠ દસ મિનિટ માં શેકાઈ જસે ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ઠંડા થવા દયો
  • હવે એક વાસણમાં શેકેલ તલ અને સૂકવેલા આમળા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે તલ આમળા નોમુખવાસ

amla no mukhwas recipe in gujarati notes

  • આમળા ના મુખવાસ માં તમે માત્ર મીઠું અથવા સંચળ નાખી ને સૂકવી તૈયાર કરી શકો છો
  • તમે આમળા ના મુખવાસ ને બીજા મુખવાસ સાથે પણ મિક્સ કરી ખાઈ શકો છો
  • એક સાથે ઘણી માત્રા માં તલ આમળા નો મુખવાસ ના બનાવો હોય તો થોડા થોડા તલ  સાથે થોડી થોડી માત્રા માં મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો