સિંધી કોકી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં હાથથી મસળી અજમો, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચાનો પાઉડર, મેથી હાથથી મસળી ને નાખો સાથે આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં બે ત્રણ ચમચી ઘી અને ઝીણી સુધારેલ ડુંગળી નાખો ફરીથીમિક્સ કરી લ્યો ને ઢાંકીને પંદર વીસ મિનિટ રહેવા દયો વીસ મિનિટ પછી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ થોડુંથોડુ પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધો લ્યો અને બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની કોકી બનાવી હોય એ સાઇઝ નો લુવો લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો અને તવી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ લુવો મૂકી એક મિનિટ શેકી લ્યો ને ઉથલાવી બીજી એક મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી કોકી ને વણી લ્યો અને કાણા કરી લ્યો ને એમાં વણેલ કોકી નાખી ધીમા તાપે શેકી લ્યો
એક બાજુ શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો બને બાજુ થોડી થોડી શેકી લીધા બાદ ઘી / તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડનશેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો ને માખણ સાથે સર્વ કરો આમ બીજી કોકી ને તૈયાર કરી લ્યો અને ચટણી , દહી કે ચા સાથે સર્વ કરો સિંધી કોકી