કોબી ગાજર નો સંભારો બનાવવા સૌ પ્રથમ ગાજર ને ધોઇ છોલી લ્યો ને છીણી વડે છીણી લ્યો અને પાન કોબી ને પણ ધોઇ ને ઝીણી ઝીણી લાંબી લાંબી સુધારી લ્યો અથવા છીણી લ્યો અને લસણ ની કણી છોલી લ્યો ને ડુંગળીને પણ સાફ કરી ધોઈ ને કટકા કરી લ્યો ત્યાર બાદ લીલા નારિયળ ની છાલ ઉતારી એના કટકા કરી લેવા
હવે મિક્સર જારમાં લીલા નારિયળ ના કટકા, ડુંગળી ના કટકા, લસણ ની કણી, લીલા મરચા સુધારેલા અને જીરું નાખી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને તતડાવો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો
હવે એમાં છીણેલું ગાજર, પાનકોબી, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ મિકસ કરી શેકી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
સાત મિનિટ પછી મિક્સ કરી લ્યો ને બરોબર ચડી જાય એટલે એમાં નારિયળ વાળો મસાલો નાંખી મિક્સ કરી લ્યો ને મસાલા ને પણ આઠ દસ મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખોને ગરમ કે ઠંડો સર્વ કરો કોબી ગાજર નો સંભારો