ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે સૌ પ્રથમ ગાજર મુદ્દા ને ધોઇ સાફ કરી છોલીને સાફ કરી ને ને આંગળી જેટલા લાંબા લાંબા કટકા કરી લ્યો અને આદુ ને લાંબા કટકા કરી લ્યો અને મરચા ને ધોઇ ને કપડા થી ધોઇ લ્યો ને લાંબા કાપી ને લ્યો
હવે એક કડઈમાં રાઈ, જીરું, મરી, આખા ધાણા, વરિયાળી નાખી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એને ઠંડા કરીને મિક્સર માં અધ કચરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, કલોંજી નાખી મિક્સ કરી લ્યો
હવે એક કડાઈમાં તેલ ને ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં મીઠું નાખો ને સાથે એમાં મેથી દાણા નું પાણી નિતારી તેલ માં નાખો અને ત્યાર બાદ હિંગ, કટકા કરેલ ગાજર, મૂળા, આદુ અને મરચા નખો ને તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
પાચ મિનિટ ચડાવી લીધા બાદ એમાં વિનેગર/ લીબું નો રસ અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ને સાફ બરણી માં ભરી લ્યો ને મજાલ્યો ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું