બાંધેલા લોટ ના એક સરખા દસ બાર લુવા બનાવી લ્યો ત્યાર બાદ કોરા લોટ સાથે એક એક લુવા ને સાવ પાતળી રોટલી વણી ને એક બાજુ મૂકો બધી રોટલી વણી તૈયાર કતી લ્યો હવે એક રોટલી લ્યો એના પર તૈયાર સ્લરી એક સરખી લગાવો ને એકાદ ચમચી કોરો લોટ છાંટો એના પર બીજી રોટલી મૂકો
બીજી રોટલી પર પણ સ્લરી લાગવી કોરો લોટ છાંટી ને ત્રીજી રોટલી મૂકો આમ એક ઉપર એક સ્લરી અને કોરો લોટ છાંટી ને રોટલી મૂકતા જાઓ છેલ્લે રાખેલ રોટલી પર સ્લરી લગાવી કોરો લોટ છાંટો એક બાજુથી ટાઈટ રોલ વળતા જઈ રોલ બનાવી લ્યો ને એમાંથી ચાકુથી એક સરખા બે ઇંચ ના કટકા કરી લ્યો
કટકાને હથેળી વચ્ચે મૂકી દબાવી ને લુવો બનાવી લ્યો ને ફરી એક એક લુવા ને રોટલી જેમ મિડીયમ સાઇઝ ની વણી લ્યો ત્યાર બાદ એના ચારે બાજુ કાપી ચોરસ બનાવી લ્યો ને હવે વચ્ચે તૈયાર સ્ટફિંગ મૂકી બધી બાજુ પાણી લગાવી આંગળી થી દબાવી પેક કરી લ્યો આમ બધા લુવા વણી કાપી સ્ટફિંગ ભરી ને પાણી લગાવી પેક કરી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર પફ એક વખત માં સમાય એટલા નાખી બે ચાર મિનિટ એક બાજુ ચડવા દયો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ કાઢી ને બીજા પફ તરવા નાખો આમ બધા પફ તૈયાર કરી લ્યો ને સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો પફ