Go Back
+ servings
ઉંબાડિયું - umbadiyu - umbadiyu recipe - umbadiyu dish recipe - ubadiyu in gujarati - ઉંબાડિયું બનાવવાની રીત - gujarati ubadiyu recipe - ubadiyu recipe gujarati - ubadiyu recipe in gujarati - ubadiyu banavani rit - ubadiyu in gujarati language

ઉંબાડિયું બનાવવાની રીત | gujarati ubadiyu recipe | ubadiyu recipe gujarati | ubadiyu recipe in gujarati | ubadiyu banavani rit | ubadiyu in gujarati language

નમસ્તે મિત્રો આજે આપણે ઉંબાડિયું બનાવવાની રીત - ubadiyu banavani rit શીખીશું. ઉંબાડિયું વલસાડ નું ખૂબ પ્રખ્યાત છે જે એક ખાસ પ્રકારની ચટણી ના કારણે ખૂબ ટેસ્ટી લાગે છે ને વધારે ભઠ્ઠા માં બનતુ હોય છે પણ આજ આપણે ઘરે ગેસ પર બનાવવાની રીત શીખીશું જે સ્વાદમાં ખૂબ ટેસ્ટી બનશે તો ચાલો gujarati ubadiyu recipe - ubadiyu recipe in gujarati language શીખીએ
3.50 from 6 votes
Prep Time: 30 minutes
Cook Time: 1 hour 30 minutes
Total Time: 2 hours
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કુકર/કડાઈ / માટલું

Ingredients

ઉંબાડિયું બનાવવા જરૂરી સામગ્રી | ubadiyu Ingredients in gujarati

  • 1 શક્કરિયા
  • 5-6 બટાકા
  • 300 ગ્રામ રતાળુ
  • 500 ગ્રામ પાપડી
  • 1 કપ સીંગદાણાનો ભૂકો
  • 2-3 ચમચી સફેદ તલ
  • 2 ચમચી અજમો
  • 2 ચમચી ધણા જીરું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ કપ સીંગતેલ / તેલ

મસાલા ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ લીલું લસણ સુધારેલ
  • 10-12 લીલા મરચા સુધારેલા
  • ¼ આદુ ટુકડા
  • 10-12 લસણની કણી
  • ½ કપ લીલી હળદર ના કટકા
  • 1 ચમચી જીરું
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ઉંબાડિયું | umbadiyu | umbadiyu recipe | umbadiyu dish recipe | ubadiyu in gujarati

  • ઉંબાડિયું બનાવવા સૌપ્રથમ આપણે એના મસાલો માટે ની સામગ્રી સાફ કરી ધોઈ ને નિતારી મિક્સર માં અધકચરી પીસી તૈયાર કરી લેશું
  • ત્યારબાદ શાક ને ધોઇ કોરા કરી એના મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મુકવા અને મસાલો શાકમાં ભરી ને કે મિક્સ કરી ને કુકર, કડાઈ કે માટલામાં પેક કરી ચડાવી લેશું
  • અહી પારંપરિક ઉંબાડિયું માં કલર, કંબોઈ, પિલવાન નાખવા માં આવે છે પણ એ ના હોય તો તમે ફુદીનો,મીઠા લીમડાના પાન, સરગવો, પાન કોબી,પાલક, ચિલ જેવા છોડ નેધોઇ કોરા કરી નાખી શકો છો

મસાલા ચટણી બનાવવાની રીત

  • મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, તીખા લીલા મરચા, લસણ ની કણી, આદુ ના કટકા, લીલીહળદર ના કટકા, જીરું, લીંબુનો રસ અને મીઠુંનાખી અધ કચરા પીસી ને પેસ્ટ તૈયાર કરી લેસુ (પીસવા જરૂર પડે તોએક બે ચમચી પાણી વાપરવું )
  • હવે શાક ને ધોઇ કોરા કરી લ્યો એમાં રતાળુ ને ભીના કપડા થી સાફ કરવો કેમ કે જો રતાળુ ધોઈ એતો એમાં ચિકાસ થઈ જાય છે અને સાફ કરી લીધા બાદ છોલી કટકા કરી લ્યો.
  • ત્યારબાદ શક્કરિયા ને મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ કાપી લ્યો ને ત્યાર બાદ બટાકાના કટકા કરી લ્યો અથવા ભરવા માટે ચીરા કરીએ એમ પ્લસ વાળા કાપા કરી લ્યો ને પાપડી વાલોળ ને ધોઇ કોરી કરી સાફ કરી એક બાજુ મૂકો

ubadiyu banavani rit

  • તૈયાર કરેલ મસાલા ચટણી ને એક વાસણમાં કાઢી એમાં સફેદ તલ, સીંગદાણા નો ભૂકો, અજમો, ધાણા જીરું પાઉડર, તેલ નાખીમિક્સ કરી ચેક કરો મીઠા ની જરૂર હોય તો મીઠું નાખો (અહી મીઠુંથોડું આગળ પડતું નાખવી જેથી બધા શાક સાથે મિક્સ થઈ ચડે તો શાક માં મીઠું બરોબર થાય)
  • હવે બટાકા ના ચીરા માં મસાલો ભરી લ્યો ને બીજા શાક ને મસાલા સાથે હાથ વડે બરોબર મસળી ને મિક્સ કરી લ્યો  હવે એક માટલું અથવા કુકર મા નીચે ફુદીનો, સરગવાના પાન, મીઠા લીમડાની દાડી,ચિલ, પાલક નું એક પડ બનાવો એના પર મસાલા મિક્સ શાક નાખો ને ફરી ઉપર ફુદીનો, સરગવો, મીઠો લીમડો, ચિલ, પાલક મૂકો પેક કરો જો માટલામાં મૂકો તો ઢાંકણ ને બાંધેલા લોટ થી સિલ કરો ને જો કુકર માં મૂકો તો સીટી ને રીંગ કાઢી ગેસ પર ધીમા તાપે એક થી દોઢ કલાક ચડવા દયો
  • દોઢ કલાક પછી ગેસ બંધ કરી ને ખોલી ને ઉપરના પાંદ હટાવી ને શાક બહાર કાઢી લ્યો ને  પહેલા તૈયાર કેરલ ચટણી કે પછી લસણ વાળી છાસ સાથે સર્વ કરો ઉંબાડિયું

ubadiyu recipe in gujarati notes

  • મસાલાની પેસ્ટ થોડી વધારે બનાવી એને પણ શાક સાથે સર્વ કરી શકાય છે
  • તમે ઇચ્છો તો બટકા, રતાળુ ને શક્કરિયા ને ચાકુ થી કાપા કરી મસાલો ભરી ને પણ કરી શકો છો ને એના કટકા કરી મસાલા સાથે મિક્સ કરી ને પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો