લીલી ડુંગળી ની કઢી બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને છોલી સાફ કરી બે પાણી થી ધોઇ લ્યો ત્યારબાદ એનો સફેદ ભાગ અલગ ને લીલા પાંદડા અલગ અલગ ઝીણા ઝીણા સુધારી લ્યો અને સાથે લીલામરચા મોટા સુધારી એક બાજુ મૂકો અને દહી ને જેરી એમાં બેસન સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો
હવે એમાં પાણી નાખી ફરી જેણી થી બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી/ તેલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા નાખી શેકી લ્યો.
ત્યારબાદ એમાં લીલી ડુંગળી નો સફેદ ભાગ બે ચમચી અલગ કાઢી બાકી નો નાખો ને મિક્સ કરી શેકીલ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં બેસન છાસ નું મસાલા વાળુ મિશ્રણ નાખો ને ફૂલ તાપેહલાવતા રહો જ્યાં સુંધી એમાં ઉભરો ના આવે
જેવો કઢી માં ઉભરો આવે ગેસ ધીમો કરી નાખી ને દસ પંદર મિનિટ કઢી ને ઉકળવા દયો અને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો કઢી દસ મિનિટ ઉકળી જાય એટલે એમાં લીલી ડુંગળી ના પાંદડા નાખી મિક્સ કરી ઉકળવા દયો કઢી વીસેક મિનિટ ઉકળે અને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો