લસણ વાળુ પાણી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બે ત્રણ કપ પાણી ગરમ મૂકો અને પાણી ગરમ થાય એટલે એક વાટકા માં લસણ ની કણી નાખો ને એમાં અડધો કપ ગરમ પાણી નાખી ઢાંકી દસ મિનિટ એક બાજુમૂકો ને બાકી ના ગરમ પાણી માં આંબલી ના કચિકા કાઢી આંબલી ને નાખો અને ઢાંકી દસ મિનિટ પલાળી લ્યો
આંબલી પલાળી ને નરમ થાય એટલે હાથ થી કે મિક્સર જાર માં નાખી પીસીને એનો પલ્પ ગાળી ને કાઢી લ્યો ને પલ્પ કાઢવા પાણી જરૂર પડે તો નાખવું
હવે મિક્સર જારમાં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, લીંબુના ફૂલ / લીંબુનો રસ, સંચળ,શેકેલ જીરું, મરી પાઉડર અને ગરમ પાણી માં નાખેલ લસણ ની કણી કાઢી એ પણ નાખો
( અહી પાણી ફેંકવું નહિ પીસવા માં વાપરી લેવું) અને પીસી લ્યો અને પીસવા માટે જરૂર પડે તો લસણ જેમાં મુકેલ હતા એ પાણી નાખી સ્મુથ પેસ્ટ તૈયાર કરી લ્યો
હવે એક મોટા વાસણમાં એક લીટર ઠંડા પાણી માં તૈયાર પલ્પ અને ત્રણ ચાર ચમચા આંબલી નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ચેક કરી લ્યો.
જો મીઠાની જરૂર લાગે તો મીઠું અથવા સંચળ નાખી ટેસ્ટ ને બરોબર કરીલ્યો અને ખારી બુંદી નાખી ઠંડુ ઠન્ડુ સર્વ કરો લસણ વાળુ પાણી