સીંગદાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી ધીમા તાપે ગેસ પર કડાઈ માં શેકી લ્યો સીંગદાણા બરોબર શેકી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો અથવા મિક્સર જારમાં નાખી ઠંડા થવા દયો
હવે એજ કડાઈ માં એક ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા અને આદુ નો ટુકડો નાખી બરોબર શેકી એને પણ મિક્સર જાર માં નાખી દયો અથવા સીંગદાણા સાથે થાળી માં નાખો
હવે એજ કડાઈ માં પાછા એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ટમેટા, આંબલી અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા ગરી જાય એટલે મિક્સર જાર માં કે થાળી માં નાખી ઠંડા કરી લ્યો
હવે બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને પીસવા જરૂર લાગે તો થોડું પાણી નાખવું ને પીસી ને ચટણી તૈયાર કરો અને એક વાસણમાં કાઢી લ્યો