ગોળના અડદિયા -ગોળદિયા બનાવવા સૌપ્રથમ અડદ દાળ ના લોટ ને ચાળી લ્યો અને કાજુ બદામ અને અખરોટ ને પીસી લ્યો અને એક બાજુ મૂકોઅને સાફ કરેલ ગુંદ સાફ કરી એને પણ પીસી લ્યો અને બીજી બધી સામગ્રી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં ચાડેલ અડદ નો લોટ નાખી ધીમા તાપે શેકી ને ગોલ્ડન કરો ત્યાર બાદ એમાં ઘઉં ની લોટ નાખી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અથવા વીસ થી પચીસ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસેલ ગુંદ નાખી ગુંદ ને શેકી લ્યો ને સાત થી આઠ મિનિટ શેકી લેવા
ત્યારબાદ એમાં છીણેલો મોરો માવો નાખી ને માવા ને હલાવતા જઈ ને ધીમા તાપે દસ મિનિટ શેકી લ્યો અને માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસેલા ડ્રાય ફ્રુટ અને નારિયળ નું છીણ, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર અને એલચી પાઉડર નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી બરોબર મિક્સ કરી લ્યો
હવે બીજી કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ઘી ઓગળી જાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ગોળ ને ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એને શેકેલ મિશ્રણ માં નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
ગોળ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી ફ્રેલાવી દયોઅને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ઠંડુ થવા દયો અને ત્યાર બાદ પીસ કરી લ્યો ને સાવઠંડા થાય એટલે પીસ કાઢી લ્યો ને મજા લ્યો ગોળદિયા