જે ખુબજ ટેસ્ટી લાગે છે આજ કાલ લગ્ન પ્રસંગ માં પણ આ શાક ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે જે રોટલી, પરોઠા કે પૂરી કે ભાત સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે બનાવવામાં ખુબ સરળ છે અને ખુબ ઓછી સામગ્રીથી તૈયાર થઇ જાય છે તો ચાલો Aloo Changezi – આલું ચંગેઝી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બટાકા 2-3
- લાલ મરચા નો પાઉડર 1+1 ચમચી
- ગરમ મસાલો ½ + ¼ ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- તારી ને બ્રોઉંન કરેલ ડુંગળી ½ કપ
- કાજુ ¼ કપ
- દહીં 1 કપ
- આદું લસણ ની પેસ્ટ 3 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- તમાલપત્ર 1
- ટમેટા પ્યુરી 2 કપ
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Aloo Changezi banavani recipe
આલું ચંગેઝી બનાવવા સૌથી પહેલા બટાકા ને છોલી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ભાગમાં કાપી એમાંથી લાંબા લાંબા મીડીયમ જાડા કટકા કરી લ્યો. કટકા કરેલા બટાકા ને એક વાસણમાં કાઢી એમાં એક ચમચી લાલ મરચા નો પાઉડર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર,સુકી મેથી ને હાથ થી ક્રશ કરી ને નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને દસ પંદર મિનીટ એમજ રહેવા દયો.
હવે દસ મિનીટ પછી ગેસ પર એક કડાઈમાં એક થી બે ચમચી તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં મેરીનેટ કરેલા બટાકા ની સ્લાઈસ નાખો અને ધીમા તાપે ઢાંકી ને ચડાવી લ્યો અને વચ્ચે એકાદ વખત હલાવી સાઈડ બદલાવી ચડાવી લેવા. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખવો.
હવે મિક્સર જારમાં તારી ને બ્રોઉંન કરેલ ડુંગળી, કાજુ અને દહીં નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી તૈયાર કરી એક બાજુ મુકો. હવે ગેસ પર બીજી કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં સુકા લાલ મરચા, તમાલપત્ર અને આદું લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી એક થી બે મિનીટ ચડાવી લ્યો.
બે મિનીટ પછી એમાં ટામેટા ની પ્યુરી નાખી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં એક ચમચી લાલ મરચાનો પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી મસાલા ને ચડાવી લ્યો.
મસાલો બરોબર ચડી જાય એટલે એમાં દહીં કાજુ વાળું મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો અને જ્યાં સુંધી ઉકાળવા ના લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.ગ્રેવી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો.
ગ્રેવી માંથી તેલ અલગ થવા લાગે એટલે એમાં શેકી રાખેલા બટાકા નાખી મિક્સ કરી લ્યો અને ગ્રેવી ની થીક્નેસ જે મુજબ જોઈએ એ મુજબ પા કપ થી અડધો કપ પાણી નાખી મિક્સ કરી બધી સામગ્રી ને ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા થી ગર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે આલું ચંગેઝી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
આલું ચંગેઝી બનાવવાની રેસીપી

Aloo Changezi banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 2-3 બટાકા
- 2 ચમચી લાલ મરચા નો પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી કસુરી મેથી
- ½ કપ તારી ને બ્રોઉંન કરેલ ડુંગળી
- ¼ કપ કાજુ
- 1 કપ દહીં
- 3 ચમચી આદું લસણ ની પેસ્ટ
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1 તમાલપત્ર
- 2 કપ ટમેટા પ્યુરી
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Aloo Changezi banavani recipe
- આલું ચંગેઝી બનાવવા સૌથી પહેલા બટાકા ને છોલી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ભાગમાં કાપી એમાંથી લાંબા લાંબા મીડીયમ જાડા કટકા કરી લ્યો. કટકા કરેલા બટાકા ને એક વાસણમાં કાઢી એમાં એક ચમચી લાલ મરચા નો પાઉડર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર,સુકી મેથી ને હાથ થી ક્રશ કરી ને નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને દસ પંદર મિનીટ એમજ રહેવા દયો.
- હવે દસ મિનીટ પછી ગેસ પર એક કડાઈમાં એક થી બે ચમચી તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં મેરીનેટ કરેલા બટાકા ની સ્લાઈસ નાખો અને ધીમા તાપે ઢાંકી ને ચડાવી લ્યો અને વચ્ચે એકાદ વખત હલાવી સાઈડ બદલાવી ચડાવી લેવા. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખવો.
- હવે મિક્સર જારમાં તારી ને બ્રોઉંન કરેલ ડુંગળી, કાજુ અને દહીં નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી તૈયાર કરી એક બાજુ મુકો. હવે ગેસ પર બીજી કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં સુકા લાલ મરચા, તમાલપત્ર અને આદું લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી એક થી બે મિનીટ ચડાવી લ્યો.
- બે મિનીટ પછી એમાં ટામેટા ની પ્યુરી નાખી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં એક ચમચી લાલ મરચાનો પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી મસાલા ને ચડાવી લ્યો.
- મસાલો બરોબર ચડી જાય એટલે એમાં દહીં કાજુ વાળું મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો અને જ્યાં સુંધી ઉકાળવા ના લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.ગ્રેવી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો. ગ્રેવી માંથી તેલ અલગ થવા લાગે એટલે એમાં શેકી રાખેલા બટાકા નાખી મિક્સ કરી લ્યો અને ગ્રેવી ની થીક્નેસ જે મુજબ જોઈએ એ મુજબ પા કપ થી અડધો કપ પાણી નાખી મિક્સ કરી બધી સામગ્રી ને ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા થી ગર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે આલું ચંગેઝી.
Notes
- બટાકા ને તમે તમારી પસંદ ના આકારમાં કાપી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
vegetable soup premix ni rit | વેજીટેબલ સૂપ પ્રી મિક્સ ની રીત
Dudhi masala shaak banavani rit | દૂધી મસાલા શાક
Sun Dry tameta banavani rit | સન ડ્રાય ટમેટા
Lili dungri na parotha | લીલી ડુંગળી ના પરોઠા
Dahi vala marcha | દહીં વાળા મરચા
Paka aamba no powder banavani rit | પાકા આંબા નો પાઉડર
Dudhi nu masala paneer shaak banavni rit | દૂધી નું મસાલા પનીર શાક
