ભરેલા શાક તો આપણે ઘણી વખત બનાવેલ છે પણ આજ આપણે મોટા આવતા મરચા માં બેસન નો મસાલો ભરી ને ભરેલા મરચા બનાવતા શીખીશું. જે રોટલી, પરોઠા અને ખીચડી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો Chana na lot na bharela marcha – ચણાના લોટ ના ભરેલા મરચા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ચણાનો લોટ 1 કપ
- મોટા મોરા મરચાં 10- 12
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો ⅓ કપ
- પીસેલી ખાંડ 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- સફેદ તલ 1- 2 ચમચી
- લીંબુનો રસ 1- 2 ચમચી
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Chana na lot na bharela marcha banavani rit
ચણાના લોટ ના ભરેલા મરચા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ચણાનો લોટ ને ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો. પાંચ સાત મિનિટ અથવા લોટ શેકવાની સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી લોટ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડો કરી લ્યો. લોટ ઠંડો થાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા, શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, પીસેલી ખાંડ, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, ગરમ મસાલો, સફેદ તલ, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને ચાર પાંચ ચમચી તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
હવે મોટા અને તીખા ન હોય એ મરચા ને ધોઈ સાફ કરી કપડાથી કોરા કરી ચાકુથી લાંબો ઊભો કાપો કરી લ્યો. આમ બધા જ મરચા માં કાપા કરી લ્યો. હવે કાપા કરેલા મરચા માં તૈયાર કરેલ ચણા ના લોટ નો મસાલો ભરી લ્યો. આમ બધા જ મરચા ભરી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ભરી રાખેલ મરચા એક એક કરી મૂકો અને ત્યાર બાદ ગેસ ધીમો કરી હલકા હાથે હલાવતા જઈ શેકી લ્યો. થોડી વાર શેકી લીધા બાદ ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો અને વચ્ચે એકાદ વખત મરચા ને ઉથલાવી દયો.
મરચા શેકાઈ જવા આવે એટલે એમાં બાકી રહેલ ચણા ના લોટ નો મસાલો અને પાંચ સાત ચમચી પાણી છાંટી ઢાંકી ને બીજી પાંચ સાત મિનિટ સાવ ધીમા તાપે ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે ચણાના લોટ વાળા ભરેલા મરચા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચણાના લોટ ના ભરેલા મરચા બનાવવાની રીત

Chana na lot na bharela marcha banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ ચણાનો લોટ
- 10- 12 મોટા મોરા મરચાં
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- ⅓ કપ શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો
- 2 ચમચી પીસેલી ખાંડ
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી ગરમ મસાલો
- 1-2 ચમચી સફેદ તલ
- 1-2 ચમચી લીંબુનો રસ
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
Chana na lot na bharela marcha banavani rit
- ચણાના લોટ ના ભરેલા મરચા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ચણાનો લોટ ને ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો. પાંચ સાત મિનિટ અથવા લોટ શેકવાની સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી લોટ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડો કરી લ્યો. લોટ ઠંડો થાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા, શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, પીસેલી ખાંડ, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, ગરમ મસાલો, સફેદ તલ, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને ચાર પાંચ ચમચી તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે મોટા અને તીખા ન હોય એ મરચા ને ધોઈ સાફ કરી કપડાથી કોરા કરી ચાકુથી લાંબો ઊભો કાપો કરી લ્યો. આમ બધા જ મરચા માં કાપા કરી લ્યો. હવે કાપા કરેલા મરચા માં તૈયાર કરેલ ચણા ના લોટ નો મસાલો ભરી લ્યો. આમ બધા જ મરચા ભરી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ભરી રાખેલ મરચા એક એક કરી મૂકો અને ત્યાર બાદ ગેસ ધીમો કરી હલકા હાથે હલાવતા જઈ શેકી લ્યો. થોડી વાર શેકી લીધા બાદ ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો અને વચ્ચે એકાદ વખત મરચા ને ઉથલાવી દયો.
- મરચા શેકાઈ જવા આવે એટલે એમાં બાકી રહેલ ચણા ના લોટ નો મસાલો અને પાંચ સાત ચમચી પાણી છાંટી ઢાંકી ને બીજી પાંચ સાત મિનિટ સાવ ધીમા તાપે ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે ચણાના લોટ વાળા ભરેલા મરચા .
Notes
- જો તમને તીખાશ પસંદ હોય તો લાલ મરચા નો પાઉડર અથવા લીલા મરચા ની પેસ્ટ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Kadhi vale aloo banavani recipe | કઢી વાલે આલુ
Bhagat muthiya nu shaak banavani recipe | ભગત મુઠીયા નું શાક
Pudina Aloo banavani recipe | ફુદીના આલું
Mitha dahithara | મીઠા દહીંથરા
Karamda nu athanu banavani rit | કરમદા નું અથાણું