શિયાળામાં બજારમાં મળતા દેશી ગાજર (Desi Carrots) માત્ર હલવો બનાવવા માટે જ નથી હોતા, તેનું અથાણું પણ જબરદસ્ત બને છે આજ આપણે દેશી ગાજર અને લસણ નું અથાણું બનાવવાની રીત શીખીશું. આ અથાણું ખાસ દેસી ગાજર માંથી બનાવવામાં આવે છે. રેગ્યુલર ગાજર માંથી પણ બનાવી શકો છો પણ દેસી ગાજર માંથી બનાવેલ અથાણા નો સ્વાદ અલગ જ આવશે. આ અથાણું બનાવવી ખુબ સરળ અને ઓછી સામગ્રી અને ઘરમાં રહેલ સામગ્રી માંથી બનાવવામાં આવે છે. આ Desi Gajar ane Lasan nu Athanu એક પ્રકારનું “ઈન્સ્ટન્ટ અથાણું” છે, એટલે કે તમે બનાવ્યાના 1 કલાકમાં જ ખાવાનું શરૂ કરી શકો છો.
Table of contents
INGREDIENTS
- દેશી ગાજર 500 ગ્રામ
- લસણ ની કણી 25-30
- હળદર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 3-4 ચમચી
- હિંગ ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ ½ કપ
Desi Gajar ane Lasan nu Athanu banavani rit
દેશી ગાજર અને લસણનું અથાણું બનાવવા સૌથી પહેલા દેશી ગાજર ને પાણીમાં નાખી દસ પંદર મિનીટ પલાળી રાખો ત્યાર બાદ ઘસી ને ધોઈ લ્યો અને ત્યાર બાદ કપડાથી લુછી લ્યો અને ચાકુથી છોલી લ્યો ત્યાર બાદ આંગળી ની સાઈઝ જેટલા લાંબા લાંબા કાપી લ્યો ત્યાર બાદ બે ભાગમાં કાપી વચ્ચે રહેલ સફેદ પિત્ત નો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ મીડીયમ જાડા કટકા કરી લ્યો.
હવે કટકા કરેલ ગાજર માં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ દિવસમાં બે ચાર હલાવી લેવા. ત્યાર બાદ બીજા દિવસે સવારે તડકામાં કપડા પર ફેલાવી ને ત્રણ ચાર કલાક સુકાવી લેવા. ચાર કલાક પછી સુકાઈ કોરા થયેલ ગાજર ભેગા કરી લ્યો. હવે લસણ ની કણી ફોલી સાફ કરી લ્યો ત્યાર બાદ લસણ ની કણી ખંડણી માં નાખી એમાં લાલ મરચાનો પાઉડર નાખી કુટી પેસ્ટ બનાવી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંલસણ મરચાની પેસ્ટ નાખી બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુકાવેલ ગાજર નાખો અને જરૂર લાગે તો મીઠું નાખી સાવ ધીમા તાપે મિક્સ કરી ચડાવી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને અથાણા ને ઠંડુ થવા દયો. અથાણું ઠંડું થાય એટલે બરણી માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે દેશી ગાજર અને લસણ નું અથાણું.
Gajar Lasan nu Athanu recipe tip
અથાણા ને બરણીમાં ભરી લ્યો અને એના પર તેલ આવી જાય એટલું તેલ હોવું જોઈએ તોજ અથાણું બહાર લાંબો સમય સુંધી ચાલશે. જો તમને વધારે તેલ ના નાખવું હોય તો તૈયાર અથાણા ને ફ્રીઝ માં મુકો અને જરૂર મુજબ કાઢી મજા લ્યો.
દેશી ગાજર અને લસણનું અથાણું બનાવવાની રીત

દેશી ગાજર અને લસણનું અથાણું – Desi Gajar Lasan nu Athanu Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 ખંડણી
Ingredients
- 500 ગ્રામ દેશી ગાજર
- 25-30 લસણ ની કણી
- 1 ચમચી હળદર
- 3-4 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હિંગ
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ તેલ
Instructions
Desi Gajar ane Lasan nu Athanu banavani rit
- દેશી ગાજર અને લસણનું અથાણું બનાવવા સૌથી પહેલા દેશી ગાજર ને પાણીમાં નાખી દસ પંદર મિનીટ પલાળી રાખો ત્યાર બાદ ઘસી ને ધોઈ લ્યો અને ત્યાર બાદ કપડાથી લુછી લ્યો અને ચાકુથી છોલી લ્યો ત્યાર બાદ આંગળી ની સાઈઝ જેટલા લાંબા લાંબા કાપી લ્યો ત્યાર બાદ બે ભાગમાં કાપી વચ્ચે રહેલ સફેદ પિત્ત નો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ મીડીયમ જાડા કટકા કરી લ્યો.
- હવે કટકા કરેલ ગાજર માં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ દિવસમાં બે ચાર હલાવી લેવા. ત્યાર બાદ બીજા દિવસે સવારે તડકામાં કપડા પર ફેલાવી ને ત્રણ ચાર કલાક સુકાવી લેવા. ચાર કલાક પછી સુકાઈ કોરા થયેલ ગાજર ભેગા કરી લ્યો. હવે લસણ ની કણી ફોલી સાફ કરી લ્યો ત્યાર બાદ લસણ ની કણી ખંડણી માં નાખી એમાં લાલ મરચાનો પાઉડર નાખી કુટી પેસ્ટ બનાવી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંલસણ મરચાની પેસ્ટ નાખી બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુકાવેલ ગાજર નાખો અને જરૂર લાગે તો મીઠું નાખી સાવ ધીમા તાપે મિક્સ કરી ચડાવી લ્યો.
- ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને અથાણા ને ઠંડુ થવા દયો. અથાણું ઠંડું થાય એટલે બરણી માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે દેશી ગાજર અને લસણ નું અથાણું.
Gajar Lasan nu Athanu recipe tip
- અથાણા ને બરણીમાં ભરી લ્યો અને એના પર તેલ આવી જાય એટલું તેલ હોવું જોઈએ તોજ અથાણું બહાર લાંબો સમય સુંધી ચાલશે. જો તમને વધારે તેલ ના નાખવું હોય તો તૈયાર અથાણા ને ફ્રીઝ માં મુકો અને જરૂર મુજબ કાઢી મજા લ્યો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Gajar mula nu pani varu athanu | ગાજર મૂળા નું પાણી વાળું અથાણું
Lila vatana nu athanu banavani recipe | લીલા વટાણા નું અથાણું
Mix dry fruit athanu | મિક્ષ ડ્રાયફ્રૂટ અથાણું
Limbu marcha nu athanu | લીંબુ મરચા નું અથાણું
amba haldar nu athanu | આંબા હળદર નું અથાણું
gajar mula marcha nu athanu banavani rit | ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું
મહારાષ્ટ્રની ફેમસ ખાનદેશી લાંડગે – Khandeshi Landge Recipe in Gujarati
